વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. પંચાયતોના જાહેર થયેલા પરિણામમાં કેટલી ગ્રામ પંચાયતોમાં રસપ્રદ પરિણામ પણ બહાર આવી રહ્યા છે. જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે.
કેટલીક જગ્યાએ માત્ર એક વોટથી જ હાર રીતનો ફેંસલો થઈ રહ્યો છે.તો કેટલીક જગ્યાએ ઉમેદવારોને નહીંવત મળી રહ્યા છે. આથી નહીંવત મત મેળવતા ઉમેદવારો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ત્યારે વાપી તાલુકાની છરવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5 માં સભ્યપદના એક ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો છે. 12 સભ્યોના પરિવાર ધરાવતા આ ઉમેદવારોને માત્ર એક જ મત મળતાં ઉમેદવાર છરવાળા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 5નું પરિણામ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
છરવાળા ગ્રામ પંચાયત ના વોર્ડ નંબર 5 માં સભ્ય તરીકે સંતોષભાઈ હળપતિ નામના ઉમેદવારે ઉમેદવારી કરી હતી. સંતોષભાઈના પરિવારમાં 12 મતદારો છે. તેમ છતાં તેમણે મતપેટીમાં થી નીકળેલા મતમાં માત્ર એક જ મળ્યો છે.આમ પોતાને એક મત મળતાં તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો.
રાજ્યમાં 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનું પરિણામ 21 ડિસેમ્બરે જાહેર થઈ રહ્યું છે. ત્યારે જો રાજ્યમાં સરેરાશ જો મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 74.70 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સરેરાશ 75.1 ટકા મતદાન છે. દક્ષિણ ગુજરાતમાં 57 ટકા મતદાન થયું છે, તો સૌરાષ્ટ્રમાં સરેરાશ 70 ટકા જયારે કચ્છમાં 73.98 ટકા મતદાન જ્યારે મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન થયું છે. સરપંચ પદ માટે 27 હજાર 200 ઉમેદવારો અને 53 હજાર 507 સભ્ય પદ માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ છે.જ્યારે 1167 ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર કરવામાં આવી છે.
બીજા એક કિસ્સા માં પતિ હારી જતાં પત્નીને આવી ગયા ચક્કર
નર્મદાના મચિત્રાવાડી ગ્રામ પંચાયત પદના ઉમેદવાર વાસુદેવ વસાવાની હાર થતાં પત્નીની તબિયત લથડી હતી. તેઓ મતદાન કેન્દ્રની બહાર જ અચાનક ચક્કર ખાઈને ઢળી પડતા થોડો સમય અફરાતફરી મચી હતી અને સ્થાનિક ટેકેદારો દ્વારા ઉમદવારના પત્નીને તાત્કાલિક અસરથી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, સરપંચ પદના ઉમેદવાર વાસુદેવ વસાવા માત્ર 10 મતથી હારી ગયા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.