અમદાવાદનાં ૬ સેન્ટરો એવાં જયાં માત્ર એક એક નાગરિકોને કોરોનાની રસી મળી…..

કોરોના મહામારીથી રક્ષણ માટે રાજય સરકાર દ્નારા રસીકરણ ઝુંબેશ ચલાવીને લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવાની વાત કરવામાં આવે છે. પરંતુ અમદાવાદ શહેરમાં શનિવાર સાંજ સુધીમાં અત્યાર સુધીનાં કુલ ૫૧.૨૮ લાખથી વધુ લોકોને રસી અપાઈ છે.

સૌથી વધુ રસીકરણમાં ટાગોર હોલમાં ૧.૨૩ લાખ. પંડિત દિનદયાળ હોલમાં ૯૬ હજાર, મંગળપાંડે હોલમાં ૭૧ હજાર , ધાટલોડિયા અબઁન હેલ્થ સેન્ટર -૦૧ માં ૬૩ હજારને રસીકરણ કરાયું.

રસીકરણમાં ઉંમર પ્રમાણે જોવા જઈએ તો ૧૮-૪૪ વય જુથમાં સૌથી વધુ ૨૯.૯૮ લાખ લોકોએ રસી લીધી છે. ૪૫-૬૦ વય જુથમાં ૧૩ લાખ લોકોએ રસીકરણ કરાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.