ગુજરાતમાં ઉત્તરાયણ એટલે સમગ્ર ગુજરાતીઓનો માનીતો તહેવાર અને આ વખતે ઉત્તરાયણ શુક્રવારે આવતી હોવાથી પતંગ રસિયાઓને શનિવાર અને રવિવારનો પણ લાભ મળશે, એટલે કે ત્રણ દિવસ સુધી સળંગ લોકો પતંગોત્સવ માણી શકશે પરંતુ કોરોના સંક્રમણના કેસો વચ્ચે કેટલાક નિયંત્રણો મૂકવામાં આવી શકે છે.
ગુજરાતમાં 10 થી 12 જાન્યુઆરીએ યોજાનારા વાયબ્રન્ટગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે અને અત્યારે પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજ્યમાં સરકારી મેળાવડા પણ ઓછા થયા છે.
તબીબો માને છે કે આ ઉત્સવોના કારણે ગુજરાત ફરી એકવાર કોરોના કેસોના ભરડામાં આવી શકે છે અને રોકેટ ગતિએ કેસો વધવાની દહેશત છે. બીજી તરફ 14મી જાન્યુઆરીની રાહ લોકો જોઇરહ્યાં છે પરંતુ વેપારીઓએ પતંગ અને દોરીના ભાવમાં 25 ટકાનો વધારો ઝિંકી દીધો છે અને ભાવવધારા અને કોરોનાના કારણે આ વખતે ઉત્તરાયણનો તહેવાર ફિક્કો પડવાની સંભાવના છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના કારણે મોંઘવારી વધી છે અને તેના કારણે આ વખતે માર્કેટમાં નવા નવા પ્રકારની પંતગો જોવા મળી રહી નથી. હોલસેલમાં પતંગોના ભાવમાં 25 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. વાયબ્રન્ટ સમિટ તે મોકૂફ રખાઇ જ છે હવે પછી જો કોરોનાના કેસો વધુ માત્રામાં આવશે તો સરકાર આ તહેવાર પર કેટલાક નિયંત્રણો મૂકવાની ફિરાકમાં પણ છે.
પતંગ-દોરીનું વેચાણ કરતા એક વેપારીએકહ્યું હતું કે સરકારને રાજકીય રેલીઓ, સરકારી સમારંભો અને પોલિટીકલ ઉત્સવોમાંકોરોના નડતો નથી પરંતુ સામાન્ય લોકોને હેરાન કરવા તહેવારો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે અને છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતની જનતા ખુશીથી કોઇ તહેવાર મનાવી શકતી નથી. કોરોનાના કેસો વધશે અને જો લોકડાઉનઆવ્યું તો અમારા ધંધા-રોજગાર ચોપટ થઇ જશે.અમે માલનો ભરાવો પણ કરી શકતા નથી, કેમ કે જો નિયંત્રણો આવશે તો લોકો ખરીદી કરતાંખચકાટ અનુભવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.