ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા મોટી ઉથલપાથલ થઈ શકે છે , આ દિગ્ગજ નેતાને દિલ્હી તેડૂં..

ગુજરાત કોંગ્રેસની રાજનીતિમાં(POLITICS) મોટી હલચલ થવા જઈ રહી છે. યુવા નેતાઓ હાર્દિક પટેલ(HARDIK PATEL) અને જીગ્નેશ મેવાણીને(JIGNESH MEVANI) દિલ્હીથી(DELHI) તેડૂં આવતાં ગુજરાત કોંગ્રેસમાં(CONGRESS) મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. મળતી માહીતી મુજબ યુવા ચહેરાઓને ગુજરાત કોંગ્રેસમાં મોટી જવાબદારી મળી શકે છે.

પ્રભારી રઘુ શર્માએ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે બેઠક કરી છે. દિલ્હીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ અંગે મહત્વનાં નિર્ણયો લેવાયા છે. કોંગ્રેસ યુવા નેતા હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી પર ૨૦૨૨નો જુગાર રમી શકે છે. હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસનો પ્રદેશ અધ્યક્ષ બની શકે છે. મેવાણીને પણ મોટી જવાબદારી મળી શકે છે.

વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી..

https://www.youtube.com/watch?v=o4byDituqko

ગુજરાતમાં એક વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. ત્યારે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી કિંગ મેકર બની શકે. ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર થવાના છે. ગુજરાત કોંગ્રેસના ૧૨ સમય બાદ પ્રદેશના નેતાઓ ના નવા ચહેરાઓ ના આપી શકે છે.આ કારણે એવામાં યુવા પ્રદેશમાં પસંદગીથી કાર્યકરોમાં પણ નવો જોશ આવશે અને કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાય શકે છે.

ગુજરાત કોંગ્રેસમાં પ્રશાંત કિશોરની એન્ટ્રી..

ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં પ્રશાંત કિશોરની એન્ટ્રી ના ભણકારા વાગી રહ્યા છે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે પ્રશાંત કિશોરની ચાણક્ય નીતિ નો ફાયદો લેવાઈ શકે છે. ચૂંટણીનાં જાણીતા રણનીતિકાર પ્રશાંત કિશોરને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કોંગ્રેસની જવાબદારી સોંપાઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.