વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેઉવા પાટીદારના કુળદેવી ખોડલધામની અંદર ધજા ચડાવવા માટે જાય તેવી શક્યતાઓ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર નરેશ પટેલ સહીતના પાટીદાર આગેવાનો પીએમને આમંત્રણ આપવા માટે જશે.
લેઉવા પાટીદારોનું સૌથી મોટી આસ્થાનું ધામ એ ખોડલધામમાં છે. કાગવડ ખાતે વડાપ્રધાન મોદી આગામી ગુજરાતની મુલાકાતમાં આવે તેવી શક્યતાઓ છે. આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ ખોડલધામ ખાતે ધજા ચડાવવા આવે તેને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે. ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર અત્યારે પીએમ મોદીનો ગુજરાતમાં વિવિધ સભાઓ અને કાર્યક્રમોમાં સતત ચાલી રહ્યો છે ત્યારે આવતા સપ્તાહે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે પરંતુ તારીખ તેમની આગામી સમયમાં નક્કી કરાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પીએમને આમંત્રણ આપવા માટે નરેશ પટેલ, રમેશ ટીલાડા ટૂંક સમયમાં જશે. લેઉવા પાટીદાર અગ્રણી સાથે પરીએમ મોદી મુલાકાત પણ આ દરમિયાન કરી શકે છે. પ્રધાનમંત્રી ખોડલધામમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જઈ શકે છે.
આવતા સપ્તાહે જ રુબરુ આમંત્રણ માટે આ પાટીદાર અગ્રણીઓ જઈ રહ્યા છે. આગળની તારીખ 31 ઓક્ટોબર આસપાસ નક્કી થાય તેવી પણ શક્યતાઓ છે. કેમ કે, સરદાર પટેલ જયંતિ હોવાથી આ દરમિયાન પાટીદારોનું શક્તિ પ્રદર્શન પણ યોજવામાં આવી શકે છે. રાજકિય રીતે મહત્વની મુલાકાત પણ લેઉવા પાટીદારો સાથેની થઈ શકે છે.
22 બેઠકો પર લેઉવા પાટીદારોનું પ્રભૂત્વ સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્રની 54 સીટોમાંથી બીજેપીને ગત વખતે પાટીદારોની નારાજગીને લઈને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેમાંથી ફક્ત 23 સીટો જ બીજેપી અંકે કરી શકી હતી. આ પહેલા પાટીદાર અગ્રણી નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી હતી ત્યારે જો કે તેમણે અત્યાર પુરતો રાજકારમથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.