ધમાઁન્તરણ અને સરકાર વિરોધી પ્રવૃતિ માટે ફંડિંગ કરનાર વડોદરાના આફમી ટ્રસ્ટને ૬૦ કરોડ હવાલાથી મળ્યા હોવાની વિગતોની તપાસ દરમિયાન યુકેના વેપારી અબ્દુલ્લાનું નામ ખુલ્યું. પાણીગેટ વિસ્તારમાં આફમી ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતા સલાઉદ્દીન શેખ સામે વિદેશથી હવાલા મારફતે ૬૦ કરોડ જેટલું ડોનેશન મેળવી તેનો દુરુપયોગ કરવાનો આરોપસર ગુનો નોંધવા આવ્યો છે.
સલાઉદ્દીન અને ઉમર ગૌતમનો જેલમાંથી કબ્જો લેવા માટે વડોદરા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કાયઁવાહી કરી રહી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ,દુબઈનો મુસ્તાક મુંબઈ ખાતે હવાલા થી રૂપિયા ટ્રાન્સફર કરતો હતો. અને હવાલાથી કોણે કેટલી રકમ મોકલી છે અને આ રકમનો કયાં ઉપયોગ કરવામમાં આવ્યો તેની પોલીસ તપાસ કરી રહી છે.
https://www.youtube.com/watch?v=pmUBO0DUZKQ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.