દારૂ માટે હવે દમણ કે દીવ જવાની જરૂર નથી, સુરતના આ વિસ્તારમાં વેચાઈ રહ્યો છે ખૂલ્લે આમ દારૂ

સુરતના મોટીવેડમાં આવેલા ક્રિકેટના ગ્રાઉન્ડ તેમજ તેની આજુબાજુ લારીવાળાઓના ત્રાસને લઇને પોલીસ કમિશનર તેમજ ગૃહમંત્રીને ફરિયાદ કરવામાં આવી હતી અને અહીં મોટી માત્રામાં અંગ્રેજી દારૂનું વેચાણ છતાં સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તાપી કિનારે ખુલ્લેઆમ ચાલતા દારૂના વેપલામાં વિદેશી અને દેશી તમામ વસ્તુઓ વેચવામાં આવી રહી છે. પીસીબી અને ડીસીબીની કામગીરી સામે સરેઆમ ચાલતા આ દારૂના અડા જોતા પ્રશ્નાર્થ ચિન્હ મૂકાઇ ગયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોટીવેડ ગામમાં જ રહેતા મગનભાઇ છનાભાઇ પટેલ નામના સમાજસેવીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ પોલીસ કમિશનરને ફરિયાદ કરતા કહ્યું હતું કે, મોટી વેડ સુરતમાં ક્રિકેટના ગ્રાઉન્ડ તથા ચારેય બાજુ લારી ગલ્લાને દુકાનો તથા ફોરવ્હીલર ગાડીમાં ખુલ્લેઆમ અંગ્રેજી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને અહીં ચરસ ગાંજાનો પણ વેપલો થઇ રહ્યો છે. વારંવાર ફરિયાદ થતા પોલીસ મજૂર લોકોને પકડીને વીધી પતાવી દે છે અને તરત જ પાછા અડ્ડાઓ શરૂ થઇ જાય છે અને અંગ્રેજી દારૂ માટે લોકો ઘરમાં જ ભારણ કરે છે અને તાપી નદીના કિનારે મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થાય છે. આ તમામ અડ્ડા તાત્કાલીક બંધ કરાવવા માટેની પણ માંગણી કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.