આનાથી સસ્તું કઈ નહિ ,સાથે જ કોલિંગ પણ ફ્રી..

ક્યારેક પોતાના હાજર પ્લાનમાં વધારો કરી દે છે તો ક્યારેક ઓછી કિંમત વાળા નવા પ્લાન્સ ઉપલબ્ધ કરાવે છે. માર્કેટમાં આજે સસ્તાથી મોંઘા રિચાર્જ પ્લાન તમામ સામેલ છે. પરંતુ ફરી યુઝર્સ એવા પ્લાન્સ શોધે છે જે ઓછી કિંમતે વધુ ડેટા અને અનલિમિટેડ કોલિંગ ઉપલબ્ધ કરાવી શકે. જો તમે આની તપાસ કરી રહ્યા છો તો અમે તમારા માટે એવું પ્રીપેડ પ્લાનની જાણકરી આપી રહ્યા છે જેમાં તમને માત્ર 11 રૂપિયા પ્રતિદિન ખર્ચ પર 4 જીબી દરરોજ ડેટા અને ફ્રી કોલિંગ સહીત અન્ય બેનિફિટ્સ આપવામાં આવશે. આ પ્લાન Vodafone-Idea કંપની આપી રહી છે.

11 રૂપિયા પ્રતિદિનના ખર્ચ પર 4 જીબી ડેટા

આ પ્લાનની કિંમત 299 રૂપિયા છે. એમાં યુઝર્સને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એની સાથે જ જ પ્રતિદિન 4 જીબી ડેટા ઉપલબ્ધ કરાવે છે. એમાં દરરોજ માટે 100 SMS પણ આપવામાં આવશે. આ પ્લાન Binge All Nightની સુવિધા સાથે આવે છે. આ પ્લાનની લિમિટ 28 દિવસ છે. સમગ્ર લિમિટ દરમિયાન 112 જીબી ડેટા આપવામાં આવે છે. જો કેલ્ક્યુલેટ કરવામાં આવે તો 299(પ્લાનની કિંમત)/28(લિમિટ)ના હિસાબે દરરોજની કિંમત 10.67 બેસે છે જો કે 11 રૂપિયા કહી શકાય.

આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને Binge All Night ઓફર આપવામાં આવે છે. એનો મતલબ યુઝર્સને રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા મળે છે. સાથે જ વિકેન્ડ ડેટા રોલઆઉટની સુવિધા મળે છે. જો ડેટા પુરા સપ્તાહમાં બચે છે તો એને વિકેન્ડ ખર્ચમાં વાપરી શકાય છે. એ ઉપરાંત આ પ્લાનમાં યુઝર્સને Vi Movies & TVની ફ્રી એક્સેસ મળે છે.

કંપનીનો આ પ્લાન યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે. આ પ્લાન આ યુઝર્સ માટે એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. જેમને પ્રતિદિન વધુ કોલિંગ અને ડેટાની જરૂરત હોય છે.

https://www.youtube.com/watch?v=yZ3ogQJd3nI

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.