પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પર બાયોપિક બનશે, આ તારીખે થશે રીલિઝ જાણો વિગતવાર…

ઈન્ડિયન સિનેમામાં અત્યાર સુધી અનેક સ્પોર્ટ્સ પર્સન, લેજેન્ડ્સ અને રાજનેતાઓ પર બાયોપિક બની ચૂકી છે અને હવે, દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર બાયોપિક બનવા જઈ રહી છે. પ્રોડ્યૂસર સંદીપ સિંહે ફિલ્મનું પોસ્ટર શેર કરીને આ બાયોપિકની અનાઉન્સમેન્ટ કરી છે. તેમજ, ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ પોસ્ટર શેર કરીને ફિલ્મની ડિટેલ્સ આપી છે.

સંદીપ સિંહે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, અટલ બિહારી વાજપેયીજી ભારતીય ઇતિહાસના મહાન નેતાઓમાંથી એક છે, જેમણે પોતાના શબ્દોથી દુશ્મનોનું દિલ જીત્યું છે, જેમને સકારાત્મક રૂપથી દેશનું નેતૃત્વ કર્યું છે અને પ્રગતિશીલ ભારતનો નકશો તૈયાર કર્યો છે અને એક ફિલ્મ નિર્માતા તરીકે, મને લાગે છે કે, સિનેમા એવી અનટોલ્ડ સ્ટોરીઓ કહેવાનું સૌથી બેસ્ટ માધ્યમ છે, જે ન માત્ર તેમની રાજકીય વિચારધારાઓને ઉજાગર કરશે પણ તેમના માનવીય પાસાંઓ અને પોએટિક પાસાંઓને પણ રજૂ કરશે. જેના કારણે વિપક્ષના સૌથી પ્રિય અને દેશના સૌથી પ્રગતિશીલ વડાપ્રધાન બન્યા.

તરણ આદર્શે ફિલ્મના ટાઈટલનો ખુલાસો કર્યો છે અને તેના મુજબ ‘મેં રહું યા ના રહું એ દેશ રહના ચાહિયે – અટલ’ નામ પર બની રહેલી ફિલ્મની કહાની લેખક એનપી ઉલ્લેખ દ્વારા લખવામાં આવેલું પુસ્તક ‘ધ અનટોલ્ડ વાજપેયી: પોલિટિકલ એન્ડ પૈરાડોક્સ’નું રૂપાંતરણ રહેશે. 2023માં ફિલ્મ બનાવવાની શરૂઆત થશે અને આને અટલ બિહારી વાજપેયીની 99મી જયંતિ એટલે કે, ક્રિસમસ 2023 પર રીલિઝ કરવામાં આવશે.

ફિલ્મને વિનોદ ભાનુશાલી, સંદીપ સિંહ, સૈમ ખાન, વિશાલ ગુરનાની અને કમલેશ ભાનુશાલી પ્રોડ્યૂસ કરી રહ્યા છે. તેમજ, જૂહી પારેખ, જીશાન અહમદ અને શિવ વર્મા આના સહ-નિર્માતા છે અને હાલમાં, ફિલ્મના ડિરેક્ટર અને કાસ્ટનો અત્યાર સુધી ખુલાસો નથી થયો ફિલ્મમાં અટલજીના નાનપણથી લઈને રાજનેતા બનવા સુધીની કહાની જોવા મળશે, એવી અનેક વાતો અને ઘટનાઓ છે, જેમના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે, હવે તે ઘટનાઓ અને વાતોને ફિલ્મના માધ્યમથી મોટા પડદા પર બતાવવામાં આવશે. અટલ બિહારી વાજપેયી ભાજપાના વરિષ્ઠ નેતા અને ભારતીય જન સંઘના સંસ્થાપક હતા, તેઓ એક પ્રસિદ્ધ લેખક પણ હતા.અને વર્ષો સુધી દેશની સેવા કર્યા પછી 16 ઓગષ્ટ, 2018ના રોજ 93 વર્ષની ઉંમરમાં અટલ બિહારી વાજપેયીએ દુનિયાને અલવિદા કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.