બેંગ્લોર એરપોર્ટ પરથી એક સાથે ઉડાણ ભરનારી ઇન્ડિગોની બે ફ્લાઇટ ટકરાવાની હતી પરંતુ રડાર કંટ્રોલરના કારણે આ અકસ્માત ટળી ગયો. આ ઘટના 7 જાન્યુઆરીની છે પરંતુ તેનો ખુલાસો અત્યારે થયો છે. રિપોર્ટ્સ મુજબ ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E 455એ બેંગ્લોરથી કોલકાતા અને ફ્લાઇટ નંબર 6E 246એ બેંગ્લોરથી ભુવનેશ્વર જવા માટે એક સાથે ઉડાણ ભરી હતી. અને બંને ફ્લાઈટે આજુબાજુના રનવેથી એક જ દિશામાં ઉડાણ ભરી હતી. ઉડાણ દરમિયાન બંને એક-બીજાની ખૂબ નજીક આવી ગયા હતા.
બંને વિમાન એ સમયે 3000 ફૂટની ઊંચાઈ પર હતા અને તેમાં 400થી વધુ મુસાફર સવાર હતા. અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ પોતાના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં કહ્યું કે હવામાં વિમાનોને ટકરાવાથી બચાવવા માટે રડાર કન્ટ્રોલર લોકેન્દ્ર સિંહે વિમાનોને પોતાની દિશા બદલવા કહ્યું હતું.
DGCAના અધિકારીઓએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ આ ગરબડીનો રિપોર્ટ એટલે કે બ્રીચ ઓફ સેપરેશન રિપોર્ટ નહોતો કર્યો અને આ ઘટના કોઈ લોંગબુકમાં પણ નોંધવામાં આવી નથી. બ્રીફ ઓફ સેપરેશનનો અર્થ છે કે જ્યારે બે વિમાન હવામાં જરૂરી અંતરથી પણ વધારે નજીક આવી જાય છે. બેંગ્લોર એરપોર્ટથી ઉડાણ ભરનારા વિમાન એરબસ A320 મૉડલના હતા.
બેંગ્લોર એરપોર્ટ પર નોર્થ અને સાઉથ બે રનવે ઓપરેશનલ રહે છે. ઘટનાના દિવસે ફ્લાઇટ્સ નોર્થ રનવેથી ઉડાણ ભરી રહી હતી અને સાઉથ રનવેથી ઉતરી રહી હતી. અને મળતા રિપોર્ટ્સ મુજબ રનવે ઓપરેશન નક્કી કરનાર શિફ્ટ ઇનચાર્જે નોર્થ રનવેનો ઉપયોગ લેન્ડિંગ અને ટેકઑફ બંને માટે કરી દીધો હતો.
સાઉથ રનવે એ વખત બંધ હતો પરંતુ તેની જાણકારી ટાવર કંટ્રોલરને આપવામાં આવી નહોતી. સાઉથ ટાવર કંટ્રોલરે બેંગ્લોર જઈ રહેલી ફ્લાઈટને ટેકઑફની મંજૂરી આપી દીધી અને એ વખત નોર્થ ટાવર કંટ્રોલરે પણ બેંગ્લોર જઈ રહેલી બે ફ્લાઇટોને ઉડાણની મંજૂરી આપી દીધી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને જેટને એક સાથે એક જ દિશામાં ઉડાણ ભરવાની મંજૂરી આપવી જોઈતી નહોતી. ડિપાર્ચર બાદ ઉડાણ દરમિયાન બંને વિમાન એક-બીજાની દિશામાં વધી રહ્યા હતા અને તેમને એક-બીજા સાથે ટકરાતા અપ્રોચ રડાર કંટ્રોલરે બચાવ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.