ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ત્યારે રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે ફરી એક વખત કમર કસી છે અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને કોંગ્રેસ પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ દિલ્હી ખાતે મહુડી મંડળ સાથે મુલાકાત પણ કરીને આવ્યું છે અને દિલ્હીના નેતૃત્વની મુલાકાત બાદ ગુજરાત કોંગ્રેસ હવે વિધાનસભાની ચૂંટણીમાં મજબૂતાઈથી લડવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે અને પાર્ટી સંગઠનનું માળખું મજબૂત બનાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં સાત કાર્યકારી પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે આ સાત કાર્યકારી પ્રમુખમાંથી 5 કાર્યકારી પ્રમુખનું પદ ધારાસભ્યને આપવામાં આવ્યું છે.
પ્રદેશ કોંગ્રેસ દ્વારા જે સાત કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે અને તેમાં ધારાસભ્ય લલિત કગથરા, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય ઋત્વિક મકવાણા, ધારાસભ્ય અમરીશ ડેર, ધારાસભ્ય હિંમતસિંહ પટેલ આ ઉપરાંત કોંગ્રેસના નેતા કાદિર પીરજાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસમાં જૂથવાદ વધારે વકરી રહ્યો છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટી તરફ જઈ રહ્યા છે. ત્યારે વધુ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં જતા અટકાવવા માટે હવે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની કામગીરીને લઈને જેટલા પ્રદેશના નેતાઓ અને પૂર્વ ધારાસભ્યો નારાજ હતા તેઓ હાલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. અને ગુજરાત કોંગ્રેસમાં સતત ભંગાણ થતું હોવાને લઈને હાઈકમાન્ડ દ્વારા પ્રદેશ નેતૃત્વને ચૂંટણી પહેલા પ્રદેશ સંગઠનને મજબૂત કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
26 લોકસભાની બેઠકો પર પણ કોંગ્રેસ દ્વારા ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે અને મહત્વની વાત છે કે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો હતો અને ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના નેતા પર ગંભીર આક્ષેપો કર્યા હતા તો હાર્દિક પટેલની પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ભાજપ સાથે જોડાયા હતા. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત કરવાની તૈયારી શરૂ કરી દેવાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.