ગુજરાત શિક્ષણ બોર્ડમાં ચૂંટણીના કારણે આ જગ્યાઓ એક મહિના સુધી ખાલી જ રહી જશે

ગુજરાત શિક્ષણ બોર્ડમાં ચૂંટણીના કારણે વર્ગ-1 અધિકારીઓની 64 જગ્યાઓ વધુ એક મહિના સુધી ખાલી રહેશે

News Detail

ગુજરાત શિક્ષણ બોર્ડમાં વર્ગ 1 અધિકારીઓની 102 જગ્યાઓ છે. જેમાંથી 64 જગ્યાઓ ખાલી છે. જુલાઇ મહિનામાં વર્ગ-2ના ઘણા અધિકારીઓને વર્ગ-1ના અધિકારીઓ તરીકે બઢતી આપવામાં આવી નથી, પરંતુ બઢતી મળવાની બાકી છે. ગુજરાત શિક્ષણ બોર્ડમાં ચૂંટણીના કારણે વર્ગ-1 અધિકારીઓની 64 જગ્યાઓ વધુ એક મહિના સુધી ખાલી રહેશે

64 ખાલી જગ્યાઓમાંથી 60 જેટલી જગ્યાઓ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક અધિકારી માટે છે. આ જગ્યાઓ હાલ ચાર્જમાં ચાલી રહી છે તેથી કેટલીક જગ્યાઓ ખાલી છે. જોકે, હવે ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જેથી પ્રમોશન કે ટ્રાન્સફર નહીં થઈ શકે તો એક મહિના સુધી 64 જગ્યાઓ ખાલી રહેશે.

કુલ 102 જગ્યાઓમાંથી 61 જગ્યાઓ માત્ર વર્ગ-2ના અધિકારીઓ માટે જ બઢતીથી ભરવાની છે. વર્ગ-2ના અધિકારીઓ કે જેમણે 8 વર્ષનો અનુભવ અથવા વર્ગ-2ના અધિકારી તરીકે 64 મહિનાનો અનુભવ પૂર્ણ કર્યો હોય તેઓને વર્ગ-1માં બઢતી મળી શકે છે. હાલમાં ખાલી પડેલી જગ્યાઓ હાલમાં ઈન્ચાર્જ નિમાયા છે. વર્ગ-2ના અધિકારીઓને વર્ગ-1ના અધિકારીઓ તરીકે બઢતી ધારાધોરણ મુજબ પણ મળી નથી જે બાકી હોવાથી એક મહિનો રાહ જોવી પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.