1તારીખથી તમારી સેલેરી અને બેંકમાં જમા રુપિયાના આ નિયમો બદલાઈ જશે.

સપ્ટેમ્બર મહિનો પૂણઁ થવાને માટે માત્ર ૧૦ દિવસ બાકી છે. અને તે પછી ઓકટોબર શરુ થશે. ઓકટોબરની શરુઆત સાથે તમારા બેંક અને પગાર સંબંધિત ધણાં નિયમો બદલાવા જઇ રહ્યાં છે.

આવી સ્થિતિમાં જાણો બેંક સાથે સંબંધિત કયા નિયમો બદલાવા જઈ રહ્યાં છે અને તે તમારી આવક પર કેવી અસર કરી શકે છે. એવામાં તમે આ નિયમો પણ જાણી લો જેથી તમને કોઈ સમસ્યા ન થાય.

વેતન 2019 અધિનિયમ હેઠળ વળતરના નિયમો ઓક્ટોબરમાં દરેક જગ્યાએ લાગુ થઈ શકે છે. જોકે મોટાભાગની ખાનગી કંપનીઓએ તેનો અમલ કર્યો છે. આ નિયમો અનુસાર, તમારા પગારમાં આવતા એલાઉન્સનો હિસ્સો હવે 50 ટકાથી વધી શકશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો આનો અર્થ એ થયો કે હવે તમારા પગારમાં મૂળભૂત પગારનો 50 ટકા હિસ્સો હોવો જરૂરી છે. જે ઘણી કંપનીઓ ખૂબ ઓછો રાખે છે. ચાલો તમને જણાવીએ કે તમારો પગાર ઘણા ભાગોમાં વહેંચાયેલો છે જેમાં એલાઉન્સનો પણ ભાગ હોય છે. આ તમારા ખાતામાં આવતા પગારને ઘટાડી શકે છે. તેનાથી વિપરીત, તમારા પીએફમાં વધુ પૈસા જમા થવા લાગશે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ અગાઉ ટ્રેડિંગ ખાતાઓમાં રોકાણકારો માટે કેવાયસી ફરજિયાત બનાવ્યું હતું. અગાઉ કેવાયસી અપડેટની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી જે બાદમાં બદલીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. હવે રોકાણકારોએ કેવાયસી કરાવવું જરૂરી છે. કેવાયસી વિગતોમાં સરનામું, નામ, પાન, મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી, આવક શ્રેણી વગેરે અપડેટ કરવું જરૂરી છે.

આરબીઆઈની નવી માર્ગદર્શિકા અનુસાર ગ્રાહકોએ પહેલા તેમના સ્વચાલિત વ્યવહારો માટે મંજૂરી આપવી પડશે. ઉદાહરણ તરીકે, જો તમારા ખાતામાંથી કોઈપણ EMI, મોબાઈલ બિલ ચૂકવણી, વીજળી બિલ, SIP ચૂકવણી અથવા OTT ચૂકવણી જાય છે તો પહેલા તમારે તે ચૂકવણીઓ મંજૂર કરવી પડશે. આ પછી જ ટ્રાન્ઝેક્શન અપડેટ થશે. આ માટે તમારે તમારો મોબાઈલ નંબર પણ દરેક જગ્યાએ અપડેટ કરવો પડશે.

તમને જણાવી દઈએ કે, આ પ્રક્રિયા OTP માધ્યમથી પૂર્ણ થશે. આરબીઆઈના નિયમો મુજબ બેંકોએ ગ્રાહકોને કોઈપણ ઓટો પેમેન્ટ કરતા પહેલા નોટિફિકેશન આપવું પડશે અને ગ્રાહકોએ મંજૂરી આપ્યા બાદ જ બેંક ખાતામાંથી પૈસા કપાવી શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.