હિંમતનગરના ઢુંઢરમાં તમે અરજી કેમ કરી હતી કહી ગાડીના કાચ ફોડી નાખ્યા
સોમવારે ગાંભોઈનું દંપતી હિંમતનગરના ઢુંઢરમાંથી નીકળતા ચારેક શખ્સોએ ગાડી ઉભી રખાવી તું કેમ ગઈકાલે અમારા ગામના છોકરા વિરુદ્ધ અરજી આપી હતી તેમ કહી ગાડી ઉપર લાકડીઓ મારી ગાડીના કાચ તોડી નાખી મારતાં ગાભોઈ પોલીસે કુલ 6 જણાં વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.તા.05-09-22 ના રોજ સવારે 11:30 વાગ્યાના સુમારે ગાંભોઈ-લાલપુરના ઉજવલાબેનતેમના પતિ રોહિતસિંહ જીલવંતસિંહ મકવાણા સાથે ગાડી નંબર જીજે-9-બીએચ-7654 લઈને ઢુંઢર ગામે જઈ રહ્યા હોવાથી ગામની પંચાયત નજીક રોડ ઉપર પહોંચતા જયંતિસિંહ મશરુસિંહ પરમાર અરવિંદસિંહ જયંતિસિંહ પરમાર દિલીપસિંહ રતીસિંહ પરમાર અને સંજયસિંહ દિનુસિંહ પરમાર લાકડીઓ લઈને આવી ગયા હતાગાડી ઉભી રખાવી રોહિતસિંહને તું કેમ ગઈકાલે અમારા ગામના છોકરા વિરુદ્ધ અરજી આપી આવ્યો હતો કહીને ચારેય જણાંએ લાકડીઓ વડે ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને રોહિતસિંહને માર મારી જયંતિ સિંહ પરમારે લાકડીઓ મારી હતી અને થોડા સમય પછી વિપુલસિંહ પુંજેસિંહ પરમાર તથા અજયસિંહ સુરેશસિંહ પરમાર આવી ગયા હતા અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ગાંભોઈ પોલીસે તમામ છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.