ચોર CCTVમાં કેદ:પહેલાએ બાઈક ખસેડ્યું, તો બીજાએ બાઈક ચાલુ કર્યું, તો ત્રીજાએ બાઈકનું સ્ટેરીંગ લોક તોડ્યું ઘર આગળ પાર્ક કરેલું પલ્સર બાઈકની ઉઠાંતરી

ચોર CCTVમાં કેદ:પહેલાએ બાઈક ખસેડ્યું, તો બીજાએ બાઈક ચાલુ કર્યું, તો ત્રીજાએ બાઈકનું સ્ટેરીંગ લોક તોડ્યું ઘર આગળ પાર્ક કરેલું પલ્સર બાઈકની ઉઠાંતરી આ અંગેની વિગત એવી છે કે સહકારી જીન વિસ્તારમાં આવેલા અનંત વિહાર સોસાયટીમાં કુંદન સુથારના ઘર આગળ પાર્ક કરેલું બાઈક ચોરી પાડોશીઓએ બુમાબુમ કરતા નિષ્ફળ થઇ હતી. રાત્રીના 12.55 કલાકે વાગ્યા ત્રણ બાઈક ચોરો ત્રાટક્યા હતા. જેમાંથી એક જણાએ પહેલા બાઈક ખસેડ્યું, તો બીજાએ બાઈક ચાલુ કર્યું હતું. ત્રીજાએ બાઈકનું સ્ટેરીંગ લોક તોડ્યું હતું. ત્યારબાદ બાઈક વળાવી લઇ જતા સમયે બુમાબુમ થતા ત્રણેય ચોરોએ ચાલુ બાઈક આડી મૂકી ભાગી ગયા હતાં. 01.55 કલાક સુધી આ બાઈક ચોરો CCTVમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ પરત આવ્યા પરંતુ આજુબાજુના પડોશીઓ બહાર નીકળતા બાઈક ચોરો ભાગી ગયા હતાં. ત્યારબાદ બાજુમાં આવેલી રાજમહેલ સોસાયટીમાં ગયા હતાં. જ્યાં ડૉ. અક્ષય પ્રજાપતિના ઘર આગળ પાર્ક કરેલું પલ્સર બાઈક ચોરી લઇ ગયા હતા.સ્થાનિકો દ્વારા પોલીસનો સંપર્ક પાડોશીઓએ અનંત વિહાર સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરેલ બાઈકની ચોરી નિષ્ફળ બનાવી હતી. આ સમગ્ર ચોરીની ઘટના CCTVમાં કેદ થઇ હતી. પાડોશીના ઘરે લગાવેલ CCTV કેમરા

News Detail

ચોર CCTVમાં કેદ:પહેલાએ બાઈક ખસેડ્યું, તો બીજાએ બાઈક ચાલુ કર્યું, તો ત્રીજાએ બાઈકનું સ્ટેરીંગ લોક તોડ્યું ઘર આગળ પાર્ક કરેલું પલ્સર બાઈકની ઉઠાંતરી
આ અંગેની વિગત એવી છે કે સહકારી જીન વિસ્તારમાં આવેલા અનંત વિહાર સોસાયટીમાં કુંદન સુથારના ઘર આગળ પાર્ક કરેલું બાઈક ચોરી પાડોશીઓએ બુમાબુમ કરતા નિષ્ફળ થઇ હતી. રાત્રીના 12.55 કલાકે વાગ્યા ત્રણ બાઈક ચોરો ત્રાટક્યા હતા. જેમાંથી એક જણાએ પહેલા બાઈક ખસેડ્યું, તો બીજાએ બાઈક ચાલુ કર્યું હતું. ત્રીજાએ બાઈકનું સ્ટેરીંગ લોક તોડ્યું હતું. ત્યારબાદ બાઈક વળાવી લઇ જતા સમયે બુમાબુમ થતા ત્રણેય ચોરોએ ચાલુ બાઈક આડી મૂકી ભાગી ગયા હતાં. 01.55 કલાક સુધી આ બાઈક ચોરો CCTVમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ પરત આવ્યા પરંતુ આજુબાજુના પડોશીઓ બહાર નીકળતા બાઈક ચોરો ભાગી ગયા હતાં. ત્યારબાદ બાજુમાં આવેલી રાજમહેલ સોસાયટીમાં ગયા હતાં. જ્યાં ડૉ. અક્ષય પ્રજાપતિના ઘર આગળ પાર્ક કરેલું પલ્સર બાઈક ચોરી લઇ ગયા હતા.સ્થાનિકો દ્વારા પોલીસનો સંપર્ક
પાડોશીઓએ અનંત વિહાર સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરેલ બાઈકની ચોરી નિષ્ફળ બનાવી હતી. આ સમગ્ર ચોરીની ઘટના CCTVમાં કેદ થઇ હતી. પાડોશીના ઘરે લગાવેલ CCTV કેમરામાં એક કલાક સુધી ત્રણ બાઈક ચોરોએ બાઈક ચોરવા માટે શું શું કર્યું? તે સમગ્ર CCTVમાં જોવા મળ્યું હતું. આ ચોરી અંગે રાત્રી દરમિયાન સ્થાનિકો દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એ-ડીવીઝન પોલીસને ચોરી અંગે જાણ કરવામાં પણ આવી હતી.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સહકારી જીન રોડ પર રાત્રી દરમિયાન બાઈક ચોરો ત્રાટક્યા હતા. જે ત્રણ બાઈક ચોરોએ બાઈક ચોરી કરતા CCTVમાં કેદ થયા હતાં. CCTVમાં કેદ બાઈક ચોરી નિષ્ફળ થતા રાજમહેલ સોસાયટીમાંથી તબીબની બાઈક ચોરી લઇ ગયા. આ અંગે હિંમતનગર એ-ડીવીઝન પોલીસને જાણ કરાઈ હતી..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.