સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ચામુંડા માતાના મંદિરમાં આભૂષણ તેમજ ચાંદીની ચીજ વસ્તુઓની ત્રણ લાખથી વધુની ચોરની ઘટના પ્રકાશમાં આવી છે અજાણ્યા ચોરી સમૂહ રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશી દરવાજાનો લોકો તોડી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા
સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ સતત બનતી રહે છે.. જેને જોતા સુરત ક્રાઈમ સીટી તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે.. હવે ચોરો ચોરી કરવામાં મંદિરને પણ છોડી નથી રહ્યા.. તેવી જ એક ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગર સોસાયટીમાં બની હતી સોસાયટીમાં આવેલા ચામુંડા માતાના પૌરાણિક મંદિરમાં રાત્રિના સમયે ચોરી ઈસમો મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરના ગર્ભગૃહનો દરવાજાનો લોક તોડી મંદિરની અંદર રહેલા માતાજીના સોના ચાંદીના વાસણો તેમજ આભૂષણોની ચોરી કરી નાસી છૂટ્યા હતા. અંદાજિત 3 લાખથી વધુની કિંમતના સોના ચાંદીની ચીજ વસ્તુઓ લઈ ફરાર થઈ જતા વહેલી સવારે કાપોદ્રા પોલીસ મથકને આ મામલે જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે કાપોદ્રા પોલીસ દ્વારા તાત્કાલિક મંદિરે પહોંચી તપાસ શરૂ કરી હતી ..મહત્વનું છે કે મંદિરમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં છે જેથી કોણે ચોરી ને અંજામ આપ્યો હતો તે કહેવું મુશ્કેલ બન્યું છે ઘટના અંગે કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે ..કાપોદ્રા પોલીસે અજાણ્યા ચોરી ઈસમો સામે ગુનો નોંધી ચોર પકડવા ચક્રો ગતિમાન કર્યા છે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.