થર્ટી ફર્સ્ટને લઈ ગુજરાતમાં દારૂની રેલમછેલ શરૂ થઈ ગઈ છે. રાજ્યમાંથી અનેક જગ્યાએથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળવાની ઘટનાઓમાં રાફડો ફાટ્યો છે. ત્યારે રાજકોટ, સુરત, મોરબીના હળવદ અને અમદાવાદમાંથી મોટી ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, અને કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે.
સુરતની ઘટનાની વાત કરીએ તો, સુરતના પીપલોદ વિસ્તારમાં મોડી રાત્રે જન્મ દિવસની પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી. જેમાં 14 યુવકોને દારૂના નશામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસે દારૂની 31 બોટલ કબજે કરી હતી. મોડી રાત્રે પાડેલી રેડમાં ઝડપાયેલા તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં લોહીના નમૂના લઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ વિશે મળતી માહિતી પ્રમાણે, પીપલોદ વિસ્તારમાં આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશીના દીકરાના જન્મ દિવસની ઉજવણીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે.
પીપલોદ વિસ્તારમાં આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશીએ દીકરાના જન્મ દિવસની પાર્ટી આપી હતી. જેમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની જાણ ઉમરા પોલીસને થતા ટીમ બનાવી રેડ કરી હતી અને પાર્કિંગમાં દારૂની મહેફિલ માણતા 14 યુવકો ઝડપાઈ ગયા હતા. પોલીસે પાર્કિંગમાંથી 31 જેટલી દારૂની બોટલો પણ કબ્જે કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.