કોરોનાં કાળના કારણે આ વર્ષે થર્ટી ફસ્ટની ઉજવણી પર રાજ્ય સરકાર દ્વારા રોક લગાવવામાં આવી છે. પોલીસે શહેરની જનતાને પોતાના ઘરમાં રહીને નવા વર્ષની ઉજવણી કરવા માટે વિનંતી કરી છે તેેમ છતાં કોઇપણ વ્યક્તિ રાત્રે ૯ વાગ્યા બાદ ઘરની બહાર નીકળશે તો થર્ટી ફસ્ટની ઉજવણી જેલમાં કરવી પડશે. પોલીસ દ્વારા પૂર્વ વિસ્તારમાં આજે નાકાબંધી કરીને સરદારનગર, કાગડાપીઠ, નરોડા અને નારોલ સહિતના વિસ્તારોમાં દારુના અડ્ડા પર દરોડા પાડતાં બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
પૂર્વ વિસ્તારમાં દારુ પી છાકટા બનીને ફરનારાને ઝડપી પાડવા માટે બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસની ખાસ ટીમો ઠેર ઠેર તૈનાત રહેશે.
સરદારનગર, કાગડાપીઠ, નારોલ, નરોડા સહિતના વિસ્તારમાં દારુના અડ્ડાઓ પર દરોડા પાડતા બુટલેગરો ભૂગર્ભમાં જતા રહ્યા છે, પોલીસે નશામાં ફરતા લોકોને ઝડપવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરી છે.
કોરોનાને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફૂયું પાડવાની ફરજ પડી હતી.
ગુરુવારે અમદાવાદમાં પશ્ચિમ તથા પૂર્વ વિસ્તારમાં તમામ નાકા પોઇન્ટ ઉપર દારુ પીને છાકટા બનીને રખડતા લોકોને પકડવા માટે પોલીસ બ્રેથ એનેલાઇઝર સાથે તૈનાત કરીને તમામ લોકોનું ચેકિંગ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.