સુરતમાં થર્ટી ફર્સ્ટનો દારૂ વેચવાનો પ્લાન નિષ્ફળ, ઘરમાં છૂપી રીતે દારૂનું વેચાણ કરતા બે લોકોની ધરપકડ કરી

વરાછા પોલીસે ઘરમાં છૂપી રીતે દારૂનું વેચાણ કરતા બે લોકોની ધરપકડ કરી છે અને જેમાં પોલીસે રૂ.26,000ની કિંમતનો દારૂ, બે મોબાઇલ ફોન અને કુલ રૂ.38,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં બુટલેગરો થર્ટી ફર્સ્ટ માટે દારૂની હેરાફેરી કરવા માટે વિચિત્ર યુક્તિઓ અજમાવતા રહે છે અને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે શહેરમાં લાવવામાં આવેલો દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે અને વરાછા માતાવાડી પાસે આવેલી દિવાળીબાગ સોસાયટીના એક મકાનમાં દારૂનો જંગી જથ્થો લાવીને વેચવામાં આવતો હોવાની બાતમી મળતાં વરાછા પોલીસનો સ્ટાફ સુરતમાં પેટ્રોલીંગમાં હતો. તેવી બાતમીના આધારે વરાછા પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. પોલીસે ઘરની તલાશી લીધી હતી અને બંને છૂટક વેપારીઓની ધરપકડ કરી હતી.

આ ઘટનામાં પોલીસે અહીં રહેતા શક્તિસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ અને નરેન્દ્રસિંહ રદમલસિંહ ચૌહાણની ધરપકડ કરી છે અને વરાછા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.