ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી અને એક્ટર શરદ મલ્હોત્રાનું પ્રેમ એક સમયે ટોક ઓફ ધ ટાઉન હતું અને બંનેની લવ સ્ટોરી સીરીયલ ‘બનૂ મૈ તેરી દુલ્હન’ થી શરૂ થઇ હતી, ટેલીવુડના આ કપલના લગ્નની લોકો રાહ જોઈ રહ્યા હતા કે, બંનેના બ્રેકઅપના સમાચાર સામે આવી ગયા હતા. દિવ્યાંકા શરદના પ્રેમમાં એવી રીતે ખોવાઈ હતી કે, જયારે તેમનું બ્રેકઅપ થયું તો તે તૂટી ગઈ, શરદે લિવ-ઇનથી વોક આઉટ કરી લીધું હતું ત્યારે દિવ્યાંકા શરદના પ્રેમથી બહાર નીકળી શકતી ન હતી,જેથી તેને એ બધું જ કર્યું, જેનો પશ્ચાતાપ તેને હજુ પણ થાય છે.
દિવ્યાંકા અને શરદ 8 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા અને ત્યાર બાદ અચાનક શરદે મૂવ ઓન કરી લીધું અને જેના કારણે દિવ્યાંકા તૂટી ગઈ હતી.એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું હતું કે, તેને લાગતું હતું કે, શરદના ગયા પછી તેનું જીવન ખતમ થઇ ગયું છે, તેને ક્યારેય પણ વિચાર્યું ન હતું કે, શરદની સાથે 8 વર્ષ પછી તેમનો સંબંધ આવી રીતે ક્યારેય ખતમ પણ થઇ શકે છે.
દિવ્યાંકાએ પોતાના બ્રેકઅપને લઈને એક ચેટ શોમાં જણાવ્યું હતું કે, શરદે જ્યારે તેને ઇગ્નોર કરવાનું શરૂ કરી દીધું,જેથી તે અંધવિશ્વાસના માર્ગ પર ચાલી ગઈ અને તેને મેળવવા માટે તે તાંત્રિકની પણ મદદ લેતી હતી.
વિવેક દહિયાને દિવ્યાંકાએ ડેટ કરવાનું શરૂ કર્યું અને હવે બંને એક-બીજા સાથે સારી રીતે લગ્ન જીવન વિતાવી રહ્યા છે, બંનેએ વર્ષ 2018 જુલાઈમાં લગ્ન કર્યા હતા અને હાલમાં દિવ્યાંકા ત્રિપાઠી ટીવીનો સ્ટંટ બેસ્ડ રિયાલિટી શો ‘ખતરો કે ખેલાડી 11’માં વ્યસ્ત છે અને સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.