પ્રતિ લિટરની આટલી એવરેજ આપે છે આ બાઈક, જાણો બાઈકની કિંમત જાણી રહી જશો દંગ…

બાઈકની સ્પેશિયલ એડિશનને કંપનીએ અગાઉ કરતાં લાંબી સીટ અને પહોળા પિલન હેન્ડલ સાથે રજૂ કરી છે બાઈકના મોડલમાં આ રૂ.40,000ની કિંમતની આ બાઈક સૌથી સસ્તી છે ..

એક્સ શો રૂમ પ્રાઈઝ રૂ.40,088 ,                                                                                       ટૂ-વ્હીલર નિર્માતા કંપની ટીવીએસ મોટર્સે તહેવારોની સિઝનમાં ગ્રાહકોને આકર્ષવા માટે ટીવીએસ સ્પોર્ટ (TVS Sport) બાઈકની સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે. કંપનીની આ બાઈકની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત રૂ.40,088 છે. ટીવીએ સ્પોર્ટની આ એડિશન 100cc વાળી બાઈકનું અપટેડેટ વર્ઝન છે.

લાંબી સીટ અને પહોળા પિનલ હેન્ડલ ;                                                                                        બાઈકની સ્પેશિયલ એડિશનને કંપનીએ અગાઉ કરતાં લાંબી સીટ અને પહોળા પિલન હેન્ડલ સાથે રજૂ કરી છે. વિઝ્યુઅલ અપગ્રેડ કરવાની સાથે જ બાઈકમાં નવી ડેકલ્સ, અગાઉ કરતાં વધુ સ્ટાઈલિશ સાઈડ વ્યૂ અને પ્રીમિયમ 3D લોગો આપ્યો છે. ટીવીએસ સ્પોર્ટ સ્પેશિયલ એડિશન 100cc વાળી પ્રથમ એવી મોટરસાઈકલ છે, જેમાં સિન્ક્રોનાઈઝ્ડ બ્રેકિંગ ટેક્નોલોજી (SBT) આપવામાં આવી છે.

20 લાખથી વધુ ગ્રાહકો ;                                                                                                        SBT કમ્પાઈન્ડ ફીચર ટીવીએસ કંપનીની વિશેષ બ્રેકિંગ સિસ્ટમ છે. ટીવીએસના માર્કેટિંગ વિભાગના વાઈસ પ્રેસિડન્ટ અનિરુદ્ધ હલદરે જણાવ્યું કે, અમે બાઈકની આ સ્પેશિયલ એડિશન ફેસ્ટિવ સિઝનમાં રજૂ કરવાને લઈને ઘણા જ ખુશ છીએ. શ્રેષ્ઠ માઈલેજ અને સારા રાઈડિંગ અનુભવને કારણે ટીવીએસ સ્પોર્ટના 20 લાખ કરતાં પણ વધુ વિશ્વસનિય ગ્રાહક છે.

https://www.youtube.com/watch?v=Gx5Ku-AbiTQ

1 લીટરમાં 95 કિમીની માઇલેજ ;                                                                                              બાઈકની સ્પેશિયલ એડિશનમાં સ્ટાન્ડર્ટ ટીવીએસ સ્પોર્ટવાળું જ એન્જિન છે. તેનું 99.7ccનું એન્જિન 7500rpm પર 7.3bhpનો પાવર અને 7500rpm પર 7.5Nm ટોર્ક જનરેટ કરે છે. બાઈકમાં 4 સ્પીડ ગિયરબોક્સ છે. કંપનીનો દાવો છે કે આ બાઈક 1 લીટર પેટ્રોલમાં 95 કિમીની માઈલેજ આપશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.