રશ્મિકા મંદાના અને અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા ધ રાઈઝ 2021ની સૌથી મોટી બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. આ પેન ઈન્ડિયા ફિલ્મે દર્શકો પર ઘણી ઊંડી છાપ છોડી હતી. હાલમાં જ ફિલ્મના બીજા ભાગ સાથે જોડાયેલી ખબર જાણવામાં આવી છે. ફ્રેશ રિપોર્ટ્સની માનીએ તો ફહાદ ફાઝિલ પછી હવે વધુ એક બોલિવુડ એક્ટર આ ફિલ્મ સાથે જોડાવવા જઈ રહ્યો છે. આમ તો ફિલ્મ પુષ્પાને થિયેટરમાં રીલિઝ કર્યાના મહિના પછી જ ઓટીટી પર પણ રીલિઝ કરી દેવામાં આવી હતી અને તેમ છતાં પણ આ ફિલ્મે બોક્સ ઓફિસના ઘણા બધા રેકોર્ડને તોડી નાખ્યા હતા.
વાત જો ફિલ્મની કરીએ તો, બીજા ભાગમાં શું દેખાડવામાં આવશે તે સ્ટોરીને જાણવા માટે ફેન્સ ઉત્સુક જોવા મળી રહ્યા છે. પરંતુ હજુ સુધી ફિલ્મના બીજા ભાગની સ્ટોરી અંગે કોઈ વાત જાણવા મળી નથી. જોકે, પુષ્પા ધ રુલના પ્લોટને પણ હજુ સુધી સિક્રેટ રાખવામાં આવ્યો છે. પરંતુ એ વાતની સૌને ખાતરી છે કે ફિલ્મમાં કયા નવા સિતારા જોવા મળશે. ખબર છે કે બોલિવુડના વર્સેટાઈલ એક્ટર મનોજ વાજપેયી પણ આ ફિલ્મનો ભાગ બનવાનો છે અને રિપોર્ટ્સની માનીએ તો પુષ્પાના મેકર્સે મનોજ વાજપેયીનો એક ખાસ રોલ માટે કોન્ટેક્ટ કર્યો છે.
આ એક પોલીસ ઓફિસરનો રોલ હોઈ શકે છે. મનોજ વાજપેયી કેટલા ઉમદા કલાકાર તરીકે ઓળખાય છે તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. પછી તેને અલ્લુ અર્જુન સાથે સ્ક્રીન શેર કરતા જોવા ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. મનોજ વાજપેયીની સાથે સાથે ફેન્સ માટે અન્ય એક ગુડન્યૂઝ છે. ફહાદ ફાઝિલને પણ મેકર્સે ફિલ્મ માટે કન્ફર્મ કર્યો છે. માત્ર પુષ્પાઃ ધ રુલ જ નહીં પરંતુ પુષ્પા 3 માટે પણ તેને પસંદ કરવામાં આવ્યો છે અને એક હાલના સમાચારની માનીએ તો ફહાદે કહ્યું છે- જ્યારે સૂક્કુ સરે મને પહેલી વખત સ્ટોરી સંભળાવી હતી, તો પુષ્પા માત્ર એક ફિલ્મ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.