છેલ્લા થોડા સમયની અંદર બોલીવુડના ઘણા બધા સેલેબ્સ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે અને ચાહકો પણ તેમને જોઈને ખુશ ખુશાલ બની ગયા છે અને થોડા સમય પહેલા જ અભિનેત્રી માધુરી દીક્ષિત પણ પાવાગઢમાં મા મહાકાળી માતાના દર્શને આવી પહોંચ હતી અને તેને જોવા માટે પણ તેના ચાહકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. માધુરી દીક્ષિત કોઈ શૂટિંગ માટે પાવાગઢ આવી હતી.
આ ઉપરાંત ઘણા બધા સેલેબ્સ ગુજરાતની મુલાકાતે આવતા રહે છે, કોઈ ફરવા માટે આવે છે તો કોઈ શૂટિંગ માટે. થોડા દિવસ પહેલા જ દીપિકા પાદુકોણ પણ સુરતમાં એક સાડીની બ્રાન્ડના શૂટિંગ માટે સુરત એરપોર્ટ ઉપર આવી હતી, ત્યારે હાલમાં બૉલીવુડ, કન્નડ અને ભોજપુરીની ખ્યાતનામ અભિનેત્રી અર્ચના ગુપ્તા પણ ગુજરાતની મુલાકાતે આવેલી જોવા મળી.
અર્ચના ગુપ્તા બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચી હતી. આ દરમિયાન અર્ચનાનો પરિવાર પણ તેની સાથે જોવા મળ્યો હતો. અર્ચનાએ દાદાના ચરણોમાં માથું ટેકવીને ધન્યતા પણ અનુભવી હતી.અને આ દરમિયાન અર્ચનાની ઘણી તસવીરો પણ સામે આવી હતી.
સાળંગપુરમાં હનુમાન દાદાના દર્શન કર્યા બાદ અર્ચનાએ જણાવ્યું હતું કે, “ગુજરાતની પ્રજા બહુ જ માન સન્માન આપે છે, બહુ જ પ્રેમ આપે છે અને આ ઉપરાંત તેને ગુજરાતીમાં જ “કેમ છો ?” કહીને ચાહકોનું અભિવાદન કર્યું હતું. અર્ચનાને જોવા માટે પણ મોટી સંખ્યામાં ચાહકો સાળંગપુર મંદિરમાં આવી પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.