બીટકોઈન (BITCOIN) સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીની (CRYPTOCURRENCY) પાછળ પાગલ લોકોની માટે એક સારા સમાચાર છે. દક્ષિણ અમેરિકાના (SOUTH AMERICA) દેશો એલ સ્લાવોડરનાં (SLAVODER) રાષ્ટ્રપતિ નઈબ બુકેલે (PRESIDENT NAIB BUKELE) દુનિયાનું પહેલું “બિટકોઇન”શહેર (BITCOIN CITY) વસાવવાની જાહેરાત કરી છે.
આ શહેરને એક જ્વાળામુખી માંથી ઉર્જા મળશે. અને ક્રિપ્ટોકરન્સીમાંથી તેનું નાણાંકીય પોષણ થશે. તેમણે કહ્યું કે આ બિટકોઇન શહેરમાં રહેણાંક અને કોર્પોરેટ વિસ્તારમાં , મ્યુઝિયમ, એરપોર્ટ, રેલવે અને મનોરંજન દરેક સુવિધાઓ હશે. રાષ્ટ્રપતિ બુકેલે બિટકોઈન અને બ્લોકચેન કોન્ફરન્સમાં શનિવારનાં રોજ આ જાહેરાત કરી. છેલ્લા બે દાયકાથી અમેરિકન ડોલરને પોતાનું ચલણ માનનાર એલ સ્લાવોડર દુનિયાનો એવો દેશ છે જેણે બિટકોઇનને એ મુદ્ના તરીકે કાયદાકીય માન્યતા આપી છે.
બિટકોઈન માઈનિંગ એક પ્રકિયા છે જેનાં અંતર્ગત કોમ્પ્યુટરની મદદથી ગાણિતિક પડકારોને ઉકેલીને નવા બિટકોઈનનું નિર્માણ કરાય છે. તેમણે કહ્યું કે શહેરને શરુઆતમાં ટેકાપા પ્લાન્ટથી ચલાવામાં આવશે પરંતુ બાદમાં કોંચાગુઆ પ્લાન્ટને શરુ કરાશે.
આ પ્રોજેક્ટને ફંડ કરવા માટે એલ સલ્વાડોર ૧ અબજ ડોલરનાં બિટકોઇન બોન્ડ વર્ષ ૨૦૨૨માં રજૂ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.