આજે ગુજરાતનાં ગીર સોમનાથ જિલ્લાનાં એક નાનકડાં ગામ ભાખા ગીરની વાત છે. ભાખા ગીરમાં રહેતાં હરસુખભાઇ તજા ને ૧૮ વષઁની દિકરી જેનું નામ નિધિ છે. જે હાલ બ્લડ કેન્સર જેવી ગંભીર બિમારીનો સામનો કરી રહી છે.
ત્યારે આ પરિવાર મધ્યમ વર્ગ પરિવાર છે. તેમની મુખ્ય આવકનો સ્ત્રોત બાગાયતી ખેતી છે. ત્યારે તેમની સાથે વાત કરતાં તેમને જણાવ્યું હતું કે, વાવાઝોડા જેવી હોનારતને કારણે આંબાનાં બગીચાને નુકસાન થયું હતું. તેને કારણે તેમને કોઈ આવક નથી.
આપને જણાવી દઈએ કે નિધિને બ્લડ કેન્સર સામે લડવા તેમજ અન્ય સારવાર ખચઁ અંદાજિત ૧૫ લાખ જેટલાં થવા પામે છે. જયારે પરિવાર સાથે વાત થતાં જણાવ્યું હતું કે, અમારી નિધિનું સ્વપ્ન કલાસ -1 ઓફિસર બનાવનું છે.
જયારે નિધિ હાલ કોલેજનાં બીજા વષઁમાં અભ્યાસ કરે છે અને ત્યારે તમનો પરિવાર દિકરીને આ બિમારી સામે લડવા સોશિયલ મીડિયાનાં માધ્યમથી મદદ માંગતી પોસ્ટ મુકીને મદદ માંગી રહયો છે.
જેમાં સંપૂર્ણ માહિતી આપેલ છે.જેમાં જો આપ કોઈ પણ રીતે મદદ કરવા ઈચ્છતા હોવા તો બેંક ડિલેટ પણ આપવામાં આવી છે જેથી આ મદદ કરી શકશો છે. આમ તો ગુજરાત તો દાનવીરોની ભૂમિ કહેવાય છે. ત્યારે આશા રાખીએ કે આ દિકરી જલ્દીથી અને આ બીમારીથી સંપૂર્ણ સ્વસ્થ થઈને બહાર આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.