દર મહિને ૩ લાખ રૂપિયા કમાય છે આ બતક, જાણો કેવી રીતે કમાઈ છે.

એક અમેરિકન મહિલા પાસે એક બતક છે. તે દર વર્ષે ૫૦ હજાર ડોલર એટલે કે લગભગ ૩૭ લાખ થી વધુ રૂપિયા કમાય છે. ખાસ વાત એ છે કે, આ બતક ટિક ટોક સ્ટાર છે. અને ટિક ટોક પર આના ૨.૭ મિલિયન ફોલોઅર્સ છે.

આ બતકનું નામ munchkin છે અને એની માલિકનું નામ ક્રિસી એલિસ છે. બતક Munchkinનું ઈન્સ્ટાગ્રામ પર DUNKIN DUCKS નામનું એકાઉન્ટ પણ છે. Munchkinને પાલનારી મહિલા એક અખબારને જણાવ્યું કે પેંસિલ્વેનિયામાં માત્ર એક જ ફાસ્ટફૂડ ચેઈન હતી જે DUNKIN DUCKS હતી.

https://www.youtube.com/watch?v=1SWJSHwny6I

બતકની માલિક એલિસે જણાવ્યું કે ૧૬ વર્ષની ઉંમરથી જ તેને પાળતું પશુઓને પાળવાનો શોખ રહ્યો કે, એ પોતાનાં પાળતું જાનવરોને દરેક જગ્યાએ લઈ જતી હતી. સ્કૂલમાં આ જ કારણે બધા તેને ચીઢવતા પણ હતાં.

DUNKIN DUCKSની મોટેભાગે સ્પોન્સર્ડ પોસ્ટ હોય છે. આ સાથે સિવાય તેને સારું એવું ફડિંગ પણ મળે છે. DUNKIN DUCKSનાં ટિકટોક એકાઉન્ટથી દર મહિને એલિસની કમાણી ૪૫૦૦ ડોલર્સ એટલે કે લગભગ ૩ લાખ રુપિયાથી વધુ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.