શ્રીલંકન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યાએ પોતાના દેશની હાલની પરિસ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સનથ જયસૂર્યાએ શ્રીલંકામાં ગંભીર આર્થિક સંકટને લઈને સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહેલા લોકોનું સમર્થન કર્યું છે. તેમણે દેશની સ્થિતિને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. પૂર્વ ક્રિકેટરે ભારતને મોટો ભાઈ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે અમારા દેશના પાડોશી અને મોટા ભાઈના રૂપમાં ભારતે હંમેશાં અમારી મદદ કરી છે.અને અમે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભારી છીએ.
તેમણે આગળ કહ્યું કે અમારા માટે હાલના પરિદૃશ્યના કારણે જીવિત રહેવું સરળ નથી. અમે ભારત અને અન્ય દેશીની મદદથી બહાર નીકળવાની આશા રાખીએ છીએ. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા સનથ જયસૂર્યાએ જણાવ્યું કે દેશના લોકો ઘણા મહિનાઓથી આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકો આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ આ રીતે જીવિત નહીં રહી શકે અને વિરોધ કરવાની શરૂઆત કરી દીધી છે.અને ગેસની અછત છે અને કલાકોનો વીજ પુરવઠો નથી. તેમણે આગળ કહ્યું કે લોકોએ હવે શ્રીલંકન સરકાર વિરુદ્ધ વિરોધ કરવાની શરૂઆત કરી દીધી છે.
તેઓ સરકારને દેખાડી રહ્યા છે કે તેઓ પીડિત છે. તેની જવાબદારી હાલની સરકારની છે. સ્થિતિને સારી ન કરવામાં આવી તો તે આપત્તિમાં બદલાઈ જશે. પૂર્વ ક્રિકેટરે લોકોને શાંતિપૂર્ણ વિરોધ કરવાની અપીલ કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે વિરોધ કરનારા અસલી લોકો છે. સનથ જયસૂર્યાએ દેશમાં આર્થિક સંકટ માટે સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે હાલમાં આ જવાબદારી સરકારની છે. શ્રીલંકાના લોકોમાં ખૂબ આસ્થા અને વિશ્વાસ હતો.અને વર્તમાન સરકારે જે કર્યું છે તે છેલ્લા 3-4 મહિનાથી સારું નથી થયું. દુર્ભાગ્યથી આ બધા લોકો વર્તમાન સરકારને દોષ આપી રહ્યા છે.
તેમણે કહ્યું કે લોકોને દૈનિક ઉપયોગ કરવા માટે આવશ્યક વસ્તુઓને પ્રાપ્ત કરવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે આ વસ્તુઓને થતી જોવા માંગતા નથી. ડીઝલ, ગેસ અને મિલ્ક પાઉડર માટે 3-4 કિલોમીટર લાંબી લાઈનો લાગી રહી છે. એ વાસ્તવમાં દુઃખદ છે. શ્રીલંકામાં આર્થિક સંકટના કારણે દેશના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. આર્થિક સંકટને જોતા શ્રીલંકાએ ઇમરજન્સીની જાહેરાત કરી હતી જોકે ત્યારબાદ તેને પાછી લેવામાં આવી. ઇમરજન્સી સમાપ્ત થયા બાદ પહેલી વખત સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું પરંતુ તેમાં સરકારના ઘણા સહયોગી ન આવ્યા.અને શ્રીલંકન સંસદના કુલ સભ્યોની સંખ્યા 225 છે એવામાં બહુમત માટે 113નો આંકડો જોઈએ પરંતુ સરકાર પાસે 41 લોકોએ સમર્થન પાછું લઇ લીધું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.