જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો જો હા તો તમને સસ્તા વ્યાજદરે હોમ લોન મળી શકે છે. કારણ કે રાજ્યના સ્વામિત્વ વાળી બેંક ઓફ બરોડાએ રવિવારના મુકાબલાને મ્હાત આપવા માટે પોતાના હોમ લોનના વ્યાજદરોને 40 આધાર પોઈન્ટથી ઘટાડીને 8.5 ટકા કરી દીધા છે.
તે ઉપરાંત બેંકે પોતાની MSME લોનના વ્યાજદરોને પણ ઘટાડીને 8.40 ટકા કરી દધા છે અને બેંક ઓફ બરોડાએ એક નિવેદનમાં જણાવ્યું કે બંન્ને ઓફર 5 માર્ચ, 2023થી પ્રભાવી છે અને 31 માર્ચ, 2023 સુધી સીમિત સમયગાળા માટે માન્ય છે.
બેંકે દાવો કર્યો છે કે આ ઉદ્યોગમાં સૌથી ઓછી અને સૌથી વધારે કોમ્પીટીટર વ્યાજદરોમાંથી એક છે અને પોતાના વ્યાજદરોને ઓછા કરવા ઉપરાંત બેંક હોમ લોન પર પ્રોસેસિંગ ચાર્જ પર 100 ટકાની છૂટ અને એસએસએમઈ લોન પર 50 ટકા પ્રોસેસિંગ ચાર્જની છૂટ પણ આપી રહ્યા છે.
બેંકનું કહેવું છે કે 8.5 ટકાથી શરૂ થતી નવી હોમ લોન પર નવી હોમ લોન, બેલેન્સ ટ્રાન્સફર તેમજ હોમ ઈમ્પ્રૂવમેન્ટ લેન માટે અરજી કરનાર ઋણધારકો માટે 8.5 ટકાથી શરૂ થતા નવા હોમ લોનના રેટ ઉલબ્ધ છે.
દરેક ક્રેડિટર્સના ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલા છે અને બેંકનું કહેવું છે કે જે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર સારો છે તેમને સરળતાથી ઓછા વ્યાજદરો પર લોન મળી જશે.
જણાવી દઈએ કે જો તમે બેંક ઓફ બરોડાથી 5 માર્ચથી 31 માર્ચની વચ્ચે હોમ લોન અને એમએસએમઈ લોન લે છે તો તમને હોમ લોન પર 8.5 ટકા અને એમએસએમઈ લોન પર 8.40 ટકા વ્યાજ આપવાનું રહેશે અને નવા વ્યાજદરોના આધાર પર તમારી ઈએમઆઈ પણ ઓછી થઈ જશે.
જેથી તમારે ઓછુ વ્યાજદર આપવું પડશે અને જો તમે આ પ્રકારની લોનનો ફાયદો લેવા માંગો છો તો તમારી પાસે ફક્ત 31 માર્ચ સુધીનો સમય છે. તેના બાદ બેંક હોમ લોનના વ્યાજ દરોમાં વધારો કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.