ચૂંટણી પ્રચારમાં ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્ય પર હુમલો થયો જાણો વિગતો.

રાજ્યમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. અવારનવાર ચોરી, લૂંટ, મારામારીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે હવે રાજકીય નેતાઓ પણ સુરક્ષિત હોય તેવું લાગી રહ્યું નથી. આ કહેવાનું કારણ એ છે કે, વાંસદના ધારાસભ્ય જ્યારે ચૂંટણી પ્રચાર માટે ગયા હતા તે સમયે તેમની કારના કાંચ કેટલાક અસામાજિક તત્ત્વોએ તોડ્યા હતા. ધારાસભ્ય પર હુમલો થવાના કારણે તેમના સમર્થકો રોષનો માહોલ જોવા મળ્યો હતો. તેથી રોષે ભરાયેલા સમર્થકોએ વાંસદા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ ઉનાઈ ચીરવી ગામમાં ચૂંટણીના પ્રચાર માટે ગયા હતા. ચીરવી ફળિયાના સ્થાનિક લોકોની સાથે તેઓ બેઠક કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે ચારથી 5 ઇસમોએ બાઈક પર આવીને ધારાસભ્યની કારને ઉભી રખાવી હતી અને ત્યારબાદ આ ઇસમોએ અનંત પટેલની સાથે માથાકૂટ કરી હતી. ત્યારબાદ રોષે ભરાયેલા ઇસમોએ ધારાસભ્ય અનંત પટેલની કારની પાછળનો કાર તોડી નાંખ્યો હતો. આ ઘટના બાદ અસામાજિક તત્ત્વો ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા ધારાસભ્યએ પોલીસને કરતા વાંસદા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

તો બીજી તરફ ધારાસભ્ય અનંત પટેલની કાર પર અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યો હોવાની ઘટનાની જાણ થતા તેમના સમર્થકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને રોષે ભરાયેલા સમર્થકો વાંસદા પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા. લોકો દ્વારા પોલીસ સ્ટેશનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હોવાના કારણે નવસારી જિલ્લાની પોલીસ પણ વાંસદા પહોંચી હતો અને પોલીસ સ્ટેશનની બહાર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકો દ્વારા ત્રણથી ચાર કલાક જેટલો સમય વાંસદા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને તે સમયે સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

આ ઘટનાને લઇને ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમે ઉનાઈના ચરવી ખાતે એકઠા થયા હતા. અમારી સાથે સરપંચના પદના ઉમેદવાર અને સભ્યો હાજર હતા. મીટીંગ પૂરી થઇ ગઈ હોવાથી અમે ત્યાંથી વાંસદા જવા નીકળ્યા ત્યારે કેટલાક લોકોએ મારી કારની આગળ બાઈક મૂકીને બહાર આવવાનું કહ્યું. ત્યારબાદ મિલન નામના એક યુવકે મને ગાડીમાંથી ઉતરવા માટે કહ્યું અને બીજા લોકોને ઉશ્કેરવા માટે મારી ગાડીનો પાછળનો કાંચ તોડી નાંખવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.