ગુજરાતના આ નેતાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે અને ગુજરાતના વધુ એક નેતાએ કોંગ્રેસ પક્ષ છોડીને રાજીનામુ આપી દીધું છે. ગુજરાત કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે પણ ઓવરસીઝ કોંગ્રેસના પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું છે. હિમાંશુ વ્યાસે પોતાનું રાજીનામું પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું છે. હવે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. હિમાંશુ વ્યાસ સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી બે વખત ચૂંટણી લડી ચુક્યા છે, જોકે બંને વખત તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. હિમાંશુ વ્યાસ સામ પિત્રોડાના નજીકના ગણાય છે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હિમાંશુ વ્યાસે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં અમારી વાત સાંભળવામાં આવતી નથી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને મળવું મુશ્કેલ છે, દિલ્હીમાં બહુ ઓછા લોકો મળી શકે છે. હિમાંશુ વ્યાસે કહ્યું કે ગુજરાતમાં ભાજપની જીત થઈ રહી છે અને ફરી સરકાર બનવા જઈ રહી છે, ગુજરાતમાં AAP આવવાથી કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે. હિમાંશુ વ્યાસે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વ અને સંગઠનમાં સંવાદ નથી.

જે લોકો જીવન આપીને કાર્ય કરી રહ્યા છે તેની ઉપયોગીતા ઓછી થઇ ગઈ  

હિમાંશુ વ્યાસે જણાવ્યું હતું કે, જેઓ જીવ આપીને પક્ષ માટે કામ કરે છે તેમની ઉપયોગીતા ઘટી છે. સાથે જ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અંગે તેમણે કહ્યું કે પીએમ મોદીએ વિદેશમાં ભારતની મજબૂત સ્થિતિ બનાવી છે. સાથે જ તેમણે કહ્યું કે AAP પાર્ટીએ મારી સાથે વાત કરી પરંતુ મને તેમના માટે કોઈ રસ નથી.

કોંગ્રેસે ગઈકાલે જ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 43 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર કોંગ્રેસે ગુજરાતની VVIP બેઠક ઘાટલોડિયાથી અમી યાજ્ઞિકને ટિકિટ આપી છે. આ બેઠક માટે ભાજપના સંભવિત ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. આ સાથે રાજ્યનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.