મુંબઇ : કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નન શરૂ થઇ ગયા છે. આમંત્રિત મહેમાનો પણ પોતપોતાની રીતે લગ્નમાં પહોંચી રહ્યા છે. જયપુર એરપોર્ટ પર સેલિબ્રિટીઓ લગ્નમાં હાજરી આપવા માટે આવેલી હોવાથી જોવા મળી રહીછે.
કેટરિના અને વિક્કીના લગ્નમાં હાજરી આપવા માટે ફરાહ ખાન,અનુષ્કા શર્મા, વિરાટ કોહલી,નિત્યા મહેરા, રવિના ટંડન, નેહાધુપિયા, અંગદ બેદી, શરવરી, સિંગર શંકર મહાદેવન, સિંગર ગુરુદાસ માન, કબીર ખાન,કરણ જોહર તેમજમિની ઠાકુર સહિત અન્યો જયપુર એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
આ ઉપરાંત કેટરિનાની ટ્રેનર, હેરસ્ટાઇલિસ્ટ, મેકઅપ આર્ટિસ્ટ વગેરે અંગત સ્ટાફ પણ લગ્નમાં હાજરી આપવાના છે. આમંત્રિતોના લિસ્ટમાં સલમાન ખાન અને અક્ષય કુમારના નામ પણ નથી. બંને કેટરિનાના નજીક ના મિત્રો મનાય છે.
મળતી માહિતી પ્રમાણે કેટરિના અને વિક્કી પોતાના લગ્નનું રિસેપ્શન મુંબઇમાં પણ કરવાના હોય તેવી વાત છે. જોકે આ બાબતે કોઇ સત્તાવાર સમર્થન કે પછી વેન્યુની વાત જાણવા મળી નથી. મુંબઇમાં આ યુગલ રિસેપ્શન કરશે તો બોલીવૂડના મોટા ભાગના લોકોને આમંત્રણ આપવામાં આવે તેવી પુરી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.