આ ભારતીય બોલરે ફેંક્યો IPL ના ઇતિહાસનો બીજો સૌથી ફાસ્ટ બોલ,પોતાનો જ રેકોર્ડ તોડ્યો…

ઉમરાન મલિકે IPL 2022માં પોતાની ગતિથી શાનદાર ઓળખાણ બનાવી છે. તેમણે ગુરુવારે દિલ્હી કેપિટલ્સ સામે 20મી ઓવરમાં 157 કિમી પ્રતિ કલાકની ગતિથી બોલ નાંખ્યો. આ IPL ઈતિહાસનો બીજો સૌથી ઝડપી બોલ હતો. જોકે આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હાર મળી. મેચમાં દિલ્હીએ પહેલા રમતા 3 વિકેટ [પર 207 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નર અને રોવમેન પોવેલે પણ અડધી સદી ફટકારી.અને જવાબમાં હૈદરાબાદની ટીમ 8 વિકેટ પર 186 રન બનાવી શકી.આ પ્રકારે દિલ્હીએ આ મુકાબાલો 21 રનથી જીત્યો.

ઉમરાન મલિકે 20મી ઓવરમાં ચોથો બોલ 157 કિમી પ્રતિ કલાકની ગતિથી નાંખ્યો. બેટ્સમેન રોવમેન પોવેલ હતા. તેમણે આ બોલ પર ચોક્કો ફટકાર્યો. જોકે મેચમાં ઉમરાન અત્યંત મોંઘા સાબિત થયા. તેમણે 4 ઓવરમાં 52 રન બનાવ્યા. એટલે કે તેમણે દરેક ઓવરમાં 13 રન બનાવ્યા. તે ટીમનાં સૌથી મોંઘા બોલર રહ્યા છે. તેમના બોલ્સ પર છ ચોક્કા અને 2 સિક્સર ફટકારાઈ છે. એટલે કે 36 રન તો માત્ર બાઉન્ડ્રીથી આવ્યા છે. જ્યારે બીજા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે સારી બોલિંગ કરી. તેમણે માત્ર 4 ઓવરમાં 25 રન આપ્યા અને એક વિકેટ પણ લીધી. તેમણે એક મેડન ઓવર પણ ફેંકી.અને ઉમરાન છેલ્લી 2 મેચમાં 8 ઓવરમાં 100 રન આપી ચુક્યા છે અને એક પણ વિકેટ તેમને મળી નથી. સીએસકે સામે તેમણે 4 ઓવરમાં 48 રન આપ્યા હતા.

22 વર્ષના જમું કશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે હાલની સીઝનમાં લગભગ 9ની ઈકોનોમીથી રન આપ્યા છે. હૈદરાબાદ તરફથી 10 કે તેનાંથી વધારે ઓવર ફેંકવાવાળા બોલર્સમાં આ સૌથી ખરાબ પ્રદર્શન છે એટલે કે રન લુંટાવવાનાં મામલામાં તેઓ નંબર 1 પર છે અને તેમણે 10 મેચમાં 38 ઓવર બોલિંગ કરી છે. 8.92ની ઇકોનીમીથી 339 રન તેમણે આપ્યા છે. 25 રન દઈને 5 વિકેટ તેમનું બેસ્ટ પ્રદર્શન છે. તેઓ અત્યાર સુધી 15 વિકેટ લઇ ચુક્યા છે.અને આ મામલામાં તેઓ બીજા નંબર પર છે. ટીમના લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર ટી નટરાજને સૌથી વધારે 17 વિકેટ લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.