ગુજરાતનું આ અનોખું ગામ જયાં આઝાદી બાદ પણ નથી થઈ સંરપચની ચૂંટણી

આઝાદી બાદ ૧૯૬૨નાં વર્ષથી કોઈ ચૂંટણી થઈ નથી..

જેમાં પુરુષ મતદારની સંખ્યા ૬૦૦ તેમજ સ્ત્રી મતદારોની સંખ્યા ૫૦૦ ..

હકારાત્મક વાતાવરણમાં સંપ અને સહકારથી ગ્રામજનો (VILLAGERS) વિકાસનાં કામોમાં સહભાગી થાય છે. ગીરસોમનાથ જીલ્લાનાં (GIRSOMNATH DISTRICT) ગીરગઢડા (GIRGARHDA) તાલુકાનાં જગંલ બોર્ડરને (JUNGLE BORDER) અડીને આવેલા જશાધાર (JASHADHAR) રેન્જ હેઠળનાં નગડીયા (NAGADIA) ગામ લોકોએ ભેગા મળી આખી પંચાયત શિક્ષીત મહિલાનાં (EDUCATED WOMEN) હાથમાં સોંપી છે.

આ ગામમાં ૧૧૦૦ મતદારો આવેલાં છે જેમાં પુરુષ મતદારો ૬૦૦ અને સ્ત્રી મતદારો ૫૦૦ આવેલાં છે. પંચાયતમાં ૮ વોર્ડ ધરાવતાં ગામની પંચાયત કચેરીમાં તલાટી મંત્રી પણ મહિલા છે.

https://api.mantavyanews.com/wp-content/uploads/2021/12/Untitled-14-5.jpg

ગામનાં લોકો એકઠા થઈને પંચાયતમાં સંરપંચપદે ભારતીબેન બલદાણીયા તેમજ ઉપ સંરપચપદે ભીખુભાઈ સખવાળાની સિલેકશન પદ્ધતિ દ્નારા પંચાયતનાં હોદેદારો તરીકે પસંદગી કરી છે. ગીરગઢડાનાં નગડીયા ગામોમાં ૪૦ ટકા આહીર સમાજ તેમજ ૪૦ ટકા પટેલ સમાજ અને અન્ય ૨૦ ટકા સમાજની વસ્તી આવેલ છે. પરંતુ અહીં કોઈ પ્રકારની ગુન્હાહિત પ્રવૃતિ થતી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.