પતિ અને દીકરી સાથે પ્રિયંકા ચોપરાએ વિદેશમાં આ રીતે કરી મહાશિવરાત્રિની પૂજા

બોલિવુડની દેશીગર્લ પ્રિયંકા ચોપરા સમયાંતરે એક યા બીજી રીતે હેડલાઇન્સમાં રહે છે. થોડાં સમય પહેલા એમને ત્યાં દીકરીનો જન્મ થતાં સેલિબ્રેશન કર્યું હતું. હવે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે પોતાને ત્યાં મહાપૂજા કરીને ફોટો શેર કર્યો હતો. પ્રિયંકા ચોપરા ભલે વિદેશમાં સ્થાઇ થઇ હોય પરંતુ, તે પોતાના ભારતીય કલ્ચરને ભૂલી નથી. અમેરિકામાં પણ ભારતીય તહેવારોની તે આસ્થા અને ધામધૂમથી ઉજવણી કરી રહી છે. એ પછી દિવાળી હોય કે હોળી. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે પ્રિયંકા પોતાના પતિ અને સાસરિયાઓ સાથે શિવ ભક્તિમાં ડૂબી હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. પોતાના ઘરમાં જ પ્રિયંકાએ મહાશિવરાત્રિની પૂજાનું આયોજન કર્યું હતું.અને જેનો એક ફોટો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

પ્રિયંકા અને નિક તાજેતરમાં જ માતા-પિતા બન્યા છે. આ મહાપૂજામાં તેઓ એમની દીકરી સાથે પૂજા કરવા બેઠાં હતા. સામે આવેલી તસવીરમાં જોઇ શકાય છે કે, પંડિત પૂજા કરાવી રહ્યા છે અને પ્રિયંકા તથા તેની સાથે દીકરી પણ પૂજામાં બેઠી છે. આ પૂજામાં પ્રિયંકા ચોપરા ફ્લોરલ પ્રિન્ટના કપડાં પહેરીને બેઠી હતી. આ ફોટો શેર કરતા લખ્યું હતું કે, મહાશિવરાત્રિ પર્વની હાર્દિક શુભેચ્છા. હર હર મહાદેવ. હેપ્પી શિવરાત્રિ ટુ એવરીવન.. આ તસવીર બાદ પ્રિયંકાએ પોતાના હાથની એક મુદ્રાની તસવીર પણ શેર કરી છે. અને જે જોઇને અંદાજો લગાવી શકાય છે કે તે મંત્રોચ્ચાર કરી રહી છે.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકા તાજેતરમાં જ ‘ધ મેટ્રિક્સ રીસ રીએક્શન’માં જોવા મળી હતી. આગામી સમયમાં તે બોલિવુડની નવી ફિલ્મ ‘ટેક્સ ટુ યુ’માં જોવા મળશે. હિન્દી ફિલ્મની વાત કરવામાં આવે તો ફરહાન અખ્તર દ્વારા નિર્મિત ફિલ્મ ‘જીલે ઝરા’માં પણ પ્રિયંકા લીડ રોલમાં છે. ક્યારેક એક્ટિંગને લઈને તો ક્યારેક પોતાના આઉટફીટને લઈને પ્રિયંકા સતત ચર્ચામાં રહે છે. થોડાં સમય પહેલા સેરોગસીની મદદથી એમને ત્યાં દીકરી આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હજુ સુધી તેણે પોતાની દીકરીનો ફોટો શેર કર્યો નથી.અને રિપોર્ટનું માનીએ તો એવા પણ વાવડ છે કે, પ્રિયંકા કોઈ મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.