આ તો અમારી સરપંચ છે! યુક્રેન કેવી રીતે પહોંચી ગઇ? ઉત્તરપ્રદેશના રાજકારણમાં મચી ગયો હંગામો

રશિયા અને યુક્રેન વચ્ચ ચાલી રહેલી લડાઇ વચ્ચે અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હોવાના વીડિયો સામે આવતા રહ્યા છે, એવામાં એક એવો વીડિયો સામે આવ્યો જેને કારણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં હલચલ મચી ગઇ. યુક્રેનમાં ફસાયેલી એક વિદ્યાર્થીનો વીડિયો વાયરલ થયો હતો જે વિદ્યાર્થીની પોતે ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લાની ગ્રામ સરપંચ છે અને યુક્રેન મેડિકલનો અભ્યાસ કરવા ગઇ છે. વીડિયો સામે આવતા મહિલા સરપંચની પોલ ખુલી ગઇ છે અને હરદોઇ તંત્રએ તેણી સામે ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે.અને સાથે એ વાતની પણ તપાસ થઇ રહી છે કે વિદ્યાર્થીની સરપંચ છે તો પછી વિદેશ ભણવા કેવી રીતે ચાલી ગઇ?

વાસ્તવમાં, રશિયા- યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક વિદ્યાર્થીની ભારતીય એમ્બેસીને મદદ માટે અપીલ કરી રહી છે.અને વીડિયો વાયરલ થયો એટલે ખબર પડી કે આતો હરદોઇ જિલ્લાની હાલની સરપંચ છે અને તેનું નામ વૈશાલી યાદવ છે.

જાણવા મળેલી વિગત મુજબ જયારે હરદોઇ જિલ્લામાં પંચાયતની ચૂંટણી થઇ હતી ત્યારે વૈશાલી યાદવ તેના ગામ આવી હતી અને ચૂંટણી લડીને જીતી હતી. વૈશાલીના પિતા બ્લોક પ્રમુખ મહેન્દ્ર યાદવ છે, જે સમાજવાદી પાર્ટીના નેતા છે. હરદોઇ જિલ્લા પંચાયતની પૂર્વ પ્રમુખ મીરા અગ્રવાલે કહ્યું હતું કે વૈશાલી યાદવ જિલ્લાના સાંડી બ્લોકના તેરા પુરસેલીં ગામની સરપંચ છે.અને તે આ વખતની ચૂંટણી સરપંચ તરીકે જીતી હતી, તેના પિતા જ બધા કામકાજ જુએ છે.

હરદોઇની સીડીઓ આકાંક્ષા રાણાએ કહ્યું હતું કે, વૈશાલી MBBSનો અભ્યાસ કરવા માટે યુક્રેન ગઇ છે જે તેરા પુરસેલીં ગામની સરપંચ છે. વૈશાલી ખારકીવની એક યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરી રહી છે. આંકાક્ષા રાણાએ કહ્યું કે આખા મામલાની તપાસ કરવામાં આવી રહી છે કે આખરે સરપંચ હોવા છતા તે યુક્રેન કેવી રીતે ચાલી ગઇ? તેની સરપંચ તરીકેની જવાબદારી કોણ સંભાળી રહ્યું છે? અત્યારે સરપંચના બધા ખાતા સિઝ્ડ કરી દેવામાં આવ્યા છે.

વૈશાલી યાદવ યુક્રેનમાં ફસાઇ અને વીડિયો જારી કર્યો તેમાં તેની પોલ ખુલી ગઇ.અને તેના પિતા સમાજવાદી પાર્ટીના નેતા છે અને અત્યારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના છેલ્લાં તબક્કાના મતદાન ચાલી રહ્યા છે તેવા સમયે રાજકારણ વધારે ગરમાયું છે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.