દિલ્હી (DELHI) બાદ હવે નોઇડામાં (NOIDA) પણ શાળા (SCHOOL) બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી-સરકારી અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ (EDUCATIONAL INSTITUTIONS) આગામી આદેશ સુધી બંધ રહેશે. દિલ્હી એનસીઆરમાં (DELHI – NCR) પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હીના 300 કિ.મી.ની ત્રિજયામાં આવેલાં 11માંથી 6 થર્મલ પાવર પ્લાન્ટને (THERMAL POWER PLANT) બંધ કરવા આદેશ આપવામાં આવ્યાં છે.
21 નવેમ્બર સુધી છૂટ સાથે બાંધકામ પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ અને પ્રતિબંધ ચાલુ રહેશે. તેમજ તમામ શાળાઓ , કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. જોકે આ તમામ સૂચનાઓ એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સૂચવે મુજબ લોકડાઉનનો સમાવેશ થયો નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉ એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલ એજન્સીએ દિલ્હી અને એનસીઆરમાં 5મી સપ્ટેમ્બર સુધી બાંધકાર પ્રવૃતિઓ પર પ્રતિબંધ મૂકયો હતો. આ ઉપરાંત શિયાળામાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.