રિષભ પંત પાસે કેમ ઓપનિંગ કરાવવાનું રોહિત શર્માએ જણાવ્યું આ કારણ

વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી વન-ડેમાં ઓપનિંગમાં રિષભ પંત આવતા બધા ચોંકી ગયા હતા. રોહિત શર્મા પોતાની સાથે ઓપનિંગ કરવા માટે રિષભ પંતને મેદાન પર લાવ્યો હતો. હંમેશાં મીડલ ઓર્ડરમાં રમતા રિષભ પંતને જોઈને અનેકના મનમાં સવાલ હતો કે રોહિત શર્માએ આવું કેમ કર્યું અને રિષભ પંત પણ ઓપનર તરીકે આ મેચમાં 34 બોલ પર 18 રન જ બનાવી શક્યો હતો. મેચ બાદ આ અંગે રોહિત શર્માએ કહ્યું હતું કે, મારા વિશે કહેવામાં આવે છે કે હું કંઈક ને કંઈન પ્રયોગ કરતો રહું છું. તો અમે આ એક મેચમાં એ જોવા માગતા હતા. શિખર ધવન, જેને સીરિઝ પહેલા કોરોના થયો હતો, તે પાછો આવી ગયો છે અને આવતી મેચમાં ટીમની સાથે હશે. શિખર આગામી મેચમાં પરત ફરવાનો છે. અમે તેને પણ મેચ આપવા માગીએ છીએ. પંત પાસે ઈનિંગની શરૂઆત કરાવવી સ્થાયી નિર્ણય નથી. અમે પ્રયોગ કરતા રહેવા માગીએ છીએ. આ પ્રયાસમાં અમે એકાદ મેચ હારી પણ જઈએ તો ફરક નથી પડતો, કારણ કે અમે લાંબા સમયના લક્ષ્યને લઈને ચાલી રહ્યા છીએ.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી વન-ડેમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝની ટીમને 44 રને હરાવી દીધી. તેની સાથે જ ભારતીય ટીમે વન-ડે સીરિઝમાં 2-0ની અજેય લીડ બનાવી લીધી છે. ભારતની આ જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાના ખૂબ વખાણ કર્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ બુધવારે વેસ્ટ ઈન્ડીઝની ટીમ વિરુદ્ધ 3 મેચોની સીરિઝ જીત્યા બાદ પોતાના બોલરોના પ્રદર્શનના ખૂબ વખાણ કર્યા હતા.અને સાથે જ તેણે સૂર્યકુમાર યાદવ અને કે.એલ. રાહુલ વચ્ચે થયેલી 91 રનની પાર્ટનરશિપને મહત્ત્વની ગણાવી હતી.

તેણે બેટિંગ કરી અને જે ટીમ ઇચ્છતી હતી તે કર્યું. કે.એલ. રાહુલે પણ અને અંતમાં દીપક હુડ્ડાએ પણ. રિષભ પંત પાસે ઇનિંગની શરૂઆત કરાવવા પર રોહિત શર્માએ કહ્યું કે ‘મને કહેવામાં આવ્યું કે કંઈક અલગ કર એટલે એ અલગ હતું. લોકો રિષભ પંતને ઇનિંગની શરૂઆત કરતા જોઈને ખુશ થશે પરંતુ હાં એ સ્થાયી નથી. આગામી મેચમાં અમારી પાસે શિખર ધવન હશે. મેચની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડીઝની ટીમે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 9 વિકેટના નુકસાન પર 237 રન બનાવ્યા હતા. 238 રનનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર 193 રન પર જ સમેટાઇ ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.