રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પશ્ચિમી દેશો તરફથી રશિયા પર અનેક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે અને જેને લઇ રશિયા ભારતને સસ્તા ભાવે ક્રૂડ આપી રહ્યું છે. ભારત પોતાની જરૂરિયાતના આશરે 80 ટકા ક્રૂડ રશિયા પાસેથી મંગાવી રહ્યું છે. રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ મળ્યા ભારતનો રશિયા સાથે વેપાર વધી રહ્યો છે.
યુદ્ધ પહેલા ભારત પોતાની જરૂરિયાતનું ક્રૂડ ઇરાક પાસેથી મંગાવતું હતું અને રશિયાથી ક્રૂડ આયાત કરતા ઇરાકને મોટો ફટકો પડ્યો છે. હવે આ પરિસ્થિતિમાં ઇરાકે પણ ભારતને સસ્તા ભાવે ક્રૂડ આપવાનું નક્કી કર્યું છે.
માર્ચમાં રશિયામાંથી ભારતની ક્રૂડની આયાત વધીને 1.64 મિલિયન બેરલ પ્રતિ દિવસની નવી ઊંચી સપાટીએ પહોંચી છે અને આમ ઈરાકની સરખામણીમાં રશિયા સાથે ભારતની તેલની આયાત બમણી થઈ ગઈ છે. રશિયા સતત છઠ્ઠા મહિને ભારતનું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર રહ્યું છે. રશિયા ભારતની ક્રૂડ ઓઈલની આયાતમાં ત્રીજા ભાગથી વધુ યોગદાન આપે છે.
રિફાઈનરી એકમોમાં ક્રૂડ ઓઈલનું પેટ્રોલ અને ડીઝલમાં રૂપાંતર થાય છે. રિફાઇનરીઓ અન્ય ગ્રેડની તુલનામાં ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ રશિયન તેલ ખરીદી રહી છે અને ફેબ્રુઆરી 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાં ભારતની ક્રૂડ ઓઇલની આયાતમાં રશિયાનો બજારહિસ્સો એક ટકાથી ઓછો હતો અને માર્ચમાં રશિયાથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત વધીને 1.64 મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ છે. ભારતની આયાતમાં રશિયાનો હિસ્સો વધીને 34 ટકા થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.