આ ધરતી પર એવી ધણી જગ્યા છે જેનાથી આજે પણ ધણાં લોકો અજાણ છે. એવામાં આ જગ્યાઓને રહસ્યમય (MYSTERIOUS) માનવામાં આવે છે. પહાડો (MOUNTAIN) અંગે તો તમે જાણતા જ હશો કે કેટલાં કઠોર હોય છે. અસલમાં આ જગ્યા એક આઈલેન્ડ (ISLAND) છે. જે જંબુદ્નિપનાં (JAMBUDNIP) દક્ષિણ પશ્ચિમ ખાંડમાં સ્થિત દેશ ઈરાનની (IRAN) તટથી ૮ કિલોમીટર દૂર ફારસ ખાડીનાં લીલાં પાણી (GREEN WATER) વચ્ચે છે.
આ ઓ જાણીએ આ આઈલેન્ડની કેટલીક રહસ્યમય વાતો , જે તમને ચોંકાવી દેશે. આ। આઈલેન્ડનું નામ છે હોમુઁઝ દ્નીપ , જે રેનબો દ્નીપના નામ પણ ઓળખાય છે. આ અંગે કહેવામાં આવે છે કે આઈલેન્ડની સુંદરતાથી દુનિયા આજે પણ અજાણ છે. આ આઈલેન્ડને “ભૂસ્તરશાસ્ત્રીઓનું ડિઝનીલેન્ડ” કહેવામાં આવે છે.
કારણ કે અહીં સોનેરી નહેરો , રંગ -બેરંગી પહાડ અને સુંદર દેખાતા મીઠાની ખાન પણ છે. કહેવાય છે કે માત્ર ૪૨ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ ટાપુ આકાશમાંથી ખૂબ જ રંગીન લાગે છે. જયારે અહીંના જવાળામુખીના ખડકો , પથ્થર , માટી અને લોખંડથી ભરપૂર , લાલ , પીળા અને અનેક રંગોમાં ચમકે છે. ત્યારે એવું છે કે જાણે આ પૃથ્વી નહીં પણ કોઈ બીજી દુનિયાનો નજરો હોય.
જયારે અહીંના પથ્થરો અને ખડકો સૂર્યનાં સંપર્કમાં આવે છે. ત્યારે તે ચમકવા લાગે છે. આ ટાપુ પર ૭૦થી વધુ પ્રકારનાં ખનિજો મળી આવે છે.
ખનિજોની વિવિધતાને કારણે, આ ટાપુની જમીન પણ મસાલેદાર છે, જેનો ઉપયોગ ખોરાકમાં મસાલા તરીકે થાય છે. લોકો અહીં લાલ માટીનો ઉપયોગ ચટણી તરીકે કરે છે. આ ઉપરાંત સ્થાનિક કલાકારો પણ અહીંની લાલ માટીનો પેઇન્ટિંગમાં ઉપયોગ કરે છે. લોકો તેનો ઉપયોગ તેમના કપડાને રંગ આપવા માટે કરે છે, એટલે કે એકંદરે અહીંની માટી ‘સર્વ-વ્યાપી’ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.