ભોજનનો સ્વાદ વધારનારો લીમડો હેલ્થની સાથે સાથે વાળને માટે પણ લાભદાયી રહે છે. તેને ખાવાથી અને લગાવવાથી સ્કીન અને વાળને પણ મોટા ફાયદા થાય છે અને ખરતા તેમજ સફેદ વાળથી છૂટકારો મેળવવા માટે લીમડો લાભદાયી રહે છે. તેનો ઉપયોગ કરવાથી વાળ હેલ્ધી અને શાઈની બનાવવામાં મદદ મળે છે.
વાળને માટે તેલમાં થોડા લીમડાના પાનને ધોઈને ઉકાળો અને તેને સ્કેલ્પ પર લગાવીને માલિશ કરી શકાય છે.અને તેને ઓછામાં ઓછા 15-20 મિનિટ સુધી રહેવા દો અને મસાજ બાદ વાળ ધોઈ લો.પહેલા લીમડાના સૂકા પાન લો અને તેના પાવડરને દહીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેનાથી વાળની માલિશ કરો.અને આમ કરવાથી સ્કેલ્પ પર તે 15-20 મિનિટ સુધી રહેશે. આ પછી તેને ધોઈ લો. તમને ખાસ ફરક જોવા મળશે.
અનેક દિવસોથી વાળની સમસ્યાથી પરેશાન છો તો તેનાથી છૂટકારો મેળવવા ડાયટમાં લીમડાને સામેલ કરો. તમે દૂધ કે છાશની સાથે તેના બારીક પાન ખાઈ શકો છો. દાળ અને પુલાવ બનાવતી સમયે પણ તમે તેનો ઉપયોગ વઘારમાં કરી શકો છો. લીમડાના પાન એન્ટીઓક્સીડન્ટ અને એમીનો એસિડથી ભરપૂર હોય છે જે વાળને ફાયદો આપે છે.
ખોટી ખાન પાનની આદત, ખોટી રીતે વાળ ઓળવાના કારણે પણ વાળ ખરે છે. અને લીમડાના પાન બીટા કેરોટીન અને પ્રોટીનનો એક મહત્ત્વનો સોર્સ છે. બીટા કેરોટીન વાળને ખરતા અટકાવે છે. જ્યારે પ્રોટીન વાળને પાતળા થવાથી રોકે છે. લીમડાના પાન વાળના રોમને મજબૂત કરવામાં મદદ કરે છે જ્યારે એન્ટીઓક્સીડન્ટ તમારા સ્કેલ્પને મોઈશ્ચરાઈઝ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.