જો આપને કયાંથી ઓકિસજન નથી મળતો, તો આ મશીન હવે ધરે જાતે હવામાંથી ઓકિસજન બનાવશે.

ઓક્સિજન સિલિન્ડરની અછત વચ્ચે હોમ ક્વોરેન્ટાઈન થયેલા લોકો માટે ઓક્સિજન મળવુ મુશ્કેલ બની ગયું છે. સાથે જ અનેક શહેરોએ હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓના ઓક્સિજન વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે આવામાં ઓક્સિજન પ્રોડ્યુસ કરતી ઓટોમેટીક મશીન વરદાન સમાન સાબિત થઇ રહ્યું છે.

આ ઓટોમેટિક મશીન આજુબાજુના વાતાવરણમાંથી જ લીધેલા વાયુમાંથી 95 ટકા પ્યોર ઓક્સિજન બનાવતું હોવાને કારણે તેની ડિમાન્ડ 100 ઘણી વધી છે. સાથે ડિમાન્ડ વધારે હોવાના કારણે કાળા બજારી પણ વધી છે.

હવામાંથી ઓક્સિજન બનાવે છે આ મશીન
કોરોનાના વધતા સંક્રમણને પગલે જ્યારે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. ત્યારે મોટાભાગના લોકો હોમ ક્વોરેન્ટાઈન થઈ રહ્યા છે. જોકે તેમણે ઓક્સિજન સિલિન્ડર માટે વલખાં મારવા પડે છે અને પરિવારના સભ્યોએ પણ સિલિન્ડર શોધવા તથા રિફિલ કરાવવા માટે બજારમાં અનેક જગ્યાએ ફરવું પડે છે. આવા સમયે વાતાવરણમાંથી જ વાયુનો ઉપયોગ કરીને પ્યોર ઓક્સિજન બનાવતી આ ઓટોમેટિક મશીનની ડિમાન્ડ વધી છે.

વેપારીઓના મતે હોમ ક્વોરેન્ટાઈન થયેલા એવા લોકો કે જેમનું ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હોય તેમને માટે આ મશીન અસરકારક સાબિત થઈ રહ્યું છે. આ મશીન વાતાવરણમાંથી જ વાયુ ગ્રહણ કરીને તેમાંથી શુદ્ધ ઓક્સિજન બનાવે છે. જેથી ઓક્સિજન ઉત્પાદન થવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. જરૂરિયાતમંદ દર્દીને ઓક્સિજન મળતુ રહે છે. જેને કારણે આ મશીનની માંગમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ બીજી તરફ તેની કાળા બજારી પણ જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.