ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે આ નામ ઉછળ્યું, નેતાને બોલાવ્યાં દિલ્હી..

કોરોનાથી રાજીવ સાતવનું નિધન થતા ગુજરાત પ્રદેશ પ્રભારીનું પદ ખાલી પડયું છે. ભાજપે વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી આરંભી દીધી છે ત્યારે કોંગ્રેસમાં હજુ પ્રદેશ પ્રભારીની નિમણૂંકના ઠેકાણાં ય નથી. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી તરીકે કેરળના પૂર્વ ગૃહમંત્રી રમેશ ચેન્નીથલાનું નામ ઉભર્યુ છે.

કોંગ્રેસના નેતાઓ અંદરોઅંદરની ખેંચતાણમાં જ રચ્યાં-પચ્યાં ;
લોકસભા,વિધાનસભા જ નહીં, વિધાનસભાની પેટાચૂંટણીમાં ય કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. છેલ્લા કેટલાંય વર્ષોથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તાથી કોષો દૂર છે ત્યારે હજુય કોંગ્રેસી નેતાઓ અંદરોઅંદરની ખેંચતાણથી બહાર આવી શક્યા નથી. પેટાચૂંટણીમાં હાર થતાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી રાજીનામુ આપી ચૂક્યા છે. પ્રદેશ માળખુ વિખેરી દેવાયું છે. રાજીવ સાતવના અવસાન બાદ પ્રદેશ પ્રભારીની ય નિયુક્તિ થઇ નથી. બધુ વેરવિખેર છે તેમ છતાંય કોંગ્રેસ જૂથબંધી યથાવત રહી છે.

ગેહલોતના ખાસ ગણાતા અવિનાશ પાંડેનુ નામ લગભગ નક્કી ;
આ તરફ, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ખાસ ગણાતા અવિનાશ પાંડેનુ નામ લગભગ નક્કી મનાઇ રહ્યુ છે ત્યાં કેરળના સાંસદ અને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી રમેશ ચેન્નીથલાને ય ગુજરાત કોંગ્રેસની કમાન સોપવામાં આવે તેવી ચર્ચા છે. કોંગ્રેસ હાઇકમાન્ડે રમેશ ચેન્નીથલાને આ મુદ્દે દિલ્હી બોલાવ્યા છે. દરમિયાન, સુરત કોર્ટમાં હાજરી આપવા આવેલાં રાહુલ ગાંધી સમક્ષ પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પ્રદેશ પ્રભારીની વહેલીતકે નિમણૂંક કરવા રજૂઆત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.