સુરતના પુણા સીમાડા ચોકડી પાસે દારૂ ભરેલી ઈનોવા કારને રોકવા જતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ઈનોવાનો કાચ તૂટી ગયો હતો. પોલીસે દારૂ કબ્જે કર્યો છે.
દારૂ ભરેલી ઇનોવા લઇને ભાગવા જઇ રહેલી ગાડીને પોલીસે રોકવા માટે દંડો ઉગામ્યો હતો. ઇનોવા ગાડીનો કાચ તૂટી જતા તે દિવાલ સાથે ભટકાઇ હતી. દરમિયાન પોલીસે તેમાં રહેલો એક લાખનો દારૂ કબ્જે કર્યો હોવાની વિગત જાણવા મળી છે અને આ દરમિયાન પૂણા સીમાડા નગર ચોકડી પાસે પોલીસને બાતમી મળતા તેઓ દ્વારા ઇનોવા ગાડી ઉભી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
દરમિયાન ઇનોવા ગાડીમાંથી પોલીસને બીયરની 25 નંગ પેટી, નાની મોટી બાટલી મળીને 960 નંગ તથા વ્હીસકીની બોટલો સાથે અંદાજે 1.18 લાખની મત્તા સીઝ કરવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા આરોપી મુકેશ ઉર્ફે શીવજીબાઇ બાગુલ તથા પ્રતિક પ્રવિણ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. જયારે યાકુબ નામનો આરોપી પોલીસ ચોપડે વોન્ટેડ હોવાની વિગત જાણવા મળી છે અને આ ઉપરાંત ઇશ્વર વાંસફોડિયા નામના આરોપીને પણ પોલીસ દ્વારા વોન્ટેડ બતાવાયો છે. પોલીસ દ્વારા પાંચ લાખની મત્તાની ઇનોવા ગાડી પણ સીઝ કરકવામાં આવી હતી. કુલ્લે સવા છ લાખની મત્તા સીઝ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.