વાહ ..ગુજરાતનું આ સ્થળ ફેરવાઈ ગયું મિની કાશ્મીરમાં. પછી તો લોકોએ તો..

ચોમાસામાં ગુજરાતનાં કેટલાંક સ્થળો એવા ખીલી ઉઠે છે કે સીમલા, કશ્મીર જેવા સ્થળો તેની સામે પાણી ભરે છે. આવી જ રીતે એકા એક મિની કાશ્મીર માં પલટાઈ ગયું છે. અરવલ્લીના ભિલોડાનું નાનકડું એવું સુનસર ગામ. અહીં કુદરતી ધોધ શરુ થઈ જતાં કુદરતનું કામણ ચારેય તરફ છવાઈ ગયું છે.

ભારે વરસાદ બાદ આ કુદરતી ધોધ એકટિવ થઈ ગયો છે. ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી પડતો આ ધોધ હાલ અદભુત માહોલ સર્જાઈ રહયો છે. ચોમાસે આલું આહલાદક નયનરમ્ય દ્રશ્ય સજાઁય છે.

ભિલોડાથી ૧૦ કિલોમીટર દૂર સુનસર ગામમાં હાર મીની કાશ્મીર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, અરવલ્લીની માઝુમ નદી પણ ભારે વરસાદ બાદ ઉભરાઈ છે.

મેધરજના રેલ્લાવાળા પાસે માઝુમ નદી પણ ભારે વરસાદને કારણે ઉભરાઈ છે. બે કાંઠે વહેતી થઈ છે.

https://www.youtube.com/watch?v=Mt9Gwr8Jtlo&t=1s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.