ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારે ધર્મશાલામાં રમાયેલી ત્રીજી T20 મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી મોટી દુર્ઘટનામાંથી બચી ગયો હતો.અને મેચ દરમિયાન આ ખેલાડી સાથે કંઈક એવું થયું જેની કલ્પના કરીને પણ બધા ડરે છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરને શ્રીલંકા સામેની ત્રીજી T20 મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યું હતું.
પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગતાની સાથે જ વેંકટેશ અય્યરની હાલત ખરાબ થઈ ગઈ હતી, જોકે નસીબની વાત હતી કે ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી મોટી દુર્ઘટનામાંથી બચી ગયો હતો. વેંકટેશ અય્યરને કેચ લેતી વખતે આ ઈજા થઈ હતી. વેંકટેશ અય્યરે શ્રીલંકાના વિકેટ કીપર બેટ્સમેન દિનેશ ચાંદીમલનો કેચ પકડ્યો હતો. આ દરમિયાન બોલ તેના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો હતો. જોકે, વેંકટેશ અય્યરે હિંમત બતાવી અને કેચ છોડ્યો નહીં. અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ખરેખર, શ્રીલંકાની ઈનિંગની 13મી ઓવરમાં હર્ષલ પટેલ બોલિંગ કરવા આવ્યો અને તેના પહેલા જ બોલ પર ચંદીમલે હવામાં શોટ રમ્યો. આ પછી પોઈન્ટ પર ઉભેલા વેંકટેશ અય્યરે બોલને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી પડીને તેના પ્રાઈવેટ પાર્ટમાં વાગી ગયો. બોલ વાગતાની સાથે જ વેંકટેશ અય્યરની હાલત ખરાબ થઈ ગઈ અને તે દર્દથી તડપવા લાગ્યો. અને બોલ પ્રાઈવેટ પાર્ટમાં વાગ્યો હોવા છતાં વેંકટેશ અય્યરે તે કેચ દર્દની સ્થિતિમાં પણ પકડ્યો અને દિનેશ ચાંદીમલને આઉટ થતાં પરત ફરવું પડ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.