વર્ષોથી આ ખેલાડીને બહાર રાખવામાં આવતો હતો , દ્રવિડ આવતા જ તેનું નામ આ નંબર પર ફિક્સ થયું જાણો

રવિ શાસ્ત્રીની કોચ પદેથી વિદાય થયા બાદ રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કરાયા છે અને દ્રવિડ વર્ષ 2023ના વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમના કોચ છે તેથી દ્રવિડના સમયમાં ઘણા ખેલાડીઓની કારકિર્દી પણ બનશે. રવિ શાસ્ત્રીએ T20 વર્લ્ડ કપ પૂર્ણ થતાં ભારતના કોચ પદેથી રાજીનામું આપી દીધું હતું. આ પછી રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દ્રવિડની કોચ તરીકે નિયુક્તિ બાદ સૌથી મોટી આશા એ છે કે તે ટીમ ઈન્ડિયાને ફરી એકવાર ICC ટ્રોફી જીતવામાં મદદ મળશે. દ્રવિડના સમયમાં ઘણા ખેલાડીઓની કારકિર્દી પણ બનશે.

ભારતીય ક્રિકેટ ટીમમાં એક એવો ખેલાડી પણ છે. જેને રાહુલ દ્રવિડના કોચ બન્યા બાદ ટેસ્ટ ટીમમાં તક આપવામાં આવી હતી. તે હવે આ ટીમનો કાયમી સભ્ય બની ગયો છે. આ ખેલાડીનું નામ છે શ્રેયસ ઐય્યર. જેને મિડલ ઓર્ડરમાં ભારતની નવી બેટિંગ અનર્જી માનવામાં આવે છે. ન્યૂઝીલેન્ડ સીરિઝ પહેલા ઐયરને ક્યારેય ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવી ન હતી. આ શ્રેણીમાં પ્રથમ વખત રાહુલ દ્રવિડને ભારતીય ટીમનો કાયમી કોચ બનાવવામાં આવ્યા છે. એ સમયે હવે શ્રેયસને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન લેવા માટે સુવર્ણ તક મળી ગઈ છે. ઐય્યરે પણ આ તક જવા દીધી ન હતી.

હવે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર પણ તેની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. ન્યુઝીલેન્ડ સીરિઝ દરમિયાન શ્રેયસ ઐય્યરને પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ તકનો પૂરો ફાયદો ઉઠાવતા ઐય્યરે પોતાની ડેબ્યુ મેચની પ્રથમ ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. ન્યુઝીલેન્ડ સીરિઝ દરમિયાન કોચ દ્રવિડ પણ આ ખેલાડી પર ઘણું ધ્યાન આપી રહ્યા હતા. આ સિવાય ઘણી વખત દ્રવિડે ઐય્યરને ખરાબ શોટ માટે ઠપકો પણ આપ્યો હતો.અને ઐય્યરના પ્રદર્શનથી એક વાત સ્પષ્ટ છે કે હવે તે લાંબા સમય સુધી ટીમમાં રહેવાનો છે.

ઐય્યર હવે નંબર 5 માટે સૌથી મોટો દાવેદાર બની ગયો છે. માત્ર એક સીરિઝના પર્ફોમન્સ પર તેણે ટીમમાંથી અજિંક્ય રહાણે જેવા અનુભવી ખેલાડીનું પત્તુ કાપી નાંખ્યું અને રહાણે ટીમનો વાઇસ કેપ્ટન હતો. પરંતુ હવે તેની જગ્યાએ ઐયરને તક આપવામાં આવી છે. આ કારણે રોહિત શર્માને પણ ટેસ્ટ ટીમનો નવો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેનો સીધો અર્થ એ થયો કે, હવે રહાણેને બદલે ઐય્યર કાયમી સભ્ય છે. શાસ્ત્રીની વિદાય બાદ રાહુલ દ્રવિડ નવા કોચ બન્યા છે. શાસ્ત્રીના સમય દરમિયાન, ભારતીય ટીમે બે વખત ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવ્યો હતો. ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી પણ જીતી. પરંતુ તે ટીમ ઈન્ડિયા માટે એક પણ ICC ટુર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ રહ્યા. હવે દ્રવિડ ફરી એકવાર ભારતને કોઈપણ ICC ટુર્નામેન્ટ જીતવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.