આયરલેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને બનાવાયો ટિમનો કેપ્ટન, સંજુની પણ એન્ટ્રી…

આયરલેન્ડ વિરુદ્ધ T20 સીરિઝ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ બુધવારે સાંજે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. સિલેક્ટર્સે આ સીરિઝ માટે ટીમની કેપ્ટન્સી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને સોંપી છે. પેસર ભુવનેશ્વર કુમારને ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે અને જે હાલમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ચાલી રહેલી T20 સીરિઝમાં ભારતીય ટીમની આગેવાની કરી રહ્યો રહ્યો છે. હાર્દિક પંડ્યા આ સીરિઝમાં ભારતીય ટીમનો ઉપકેપ્ટન છે.

આ મહિનાના અંતમાં ભારત અને આયરલેન્ડ વચ્ચે 2 મેચોની T20 સીરિઝ રમાવાની છે. BCCI ની સિલેક્શન સમિતિએ 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે જેનો કેપ્ટન હાર્દિક પંડ્યાને બનાવવામાં આવ્યો છે. ટીમમાં રાહુલ ત્રિપાઠીને પહેલી વખત ચાન્સ મળ્યો છે તો સંજુ સેમસંગની વાપસી થઈ છે. ભારતની ટેસ્ટ ટીમના નિયમિત ખેલાડી એજબેસ્ટનમાં ફરીથી આયોજિત 5મી ટેસ્ટની તૈયારી માટે સીધા ઈંગ્લેન્ડ જશે અને તો ઓપનર બેટ્સમેન કે.એલ. રાહુલ ઇજાગ્રસ્ત થયા બાદ રિષભ પંતને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 6 મેચોની T20 સીરિઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

સંજુ સેમસને IPL 2022મા પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 147.24ની સ્ટ્રાઈક રેટથી કુલ 374 રન બનાવ્યા હતા. તેની કેપ્ટન્સીમાં રાજસ્થાન રૉયલ્સે ફાઇનલ સુધીની સફર કરી હતી. રાહુલ ત્રિપાઠીએ સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કર્યું અને આ સીઝનમાં કુલ 413 રન બનાવ્યા. T20 ટીમમાં વાપસી કરનારા ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ પણ છે અને જે IPL બાદ ઘણા મહિના અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સીરિઝમાં માંસપેશીઓમાં ઇજાના કારણે ચૂકી ગયો હતો.

ભારત 26 અને 28 જૂનના રોજ માલાહાઇડમાં 2 મેચોની T20 સીરિઝ રમાશે.અને વી.વી.એસ. લક્ષ્મણ આ પ્રવાસ પર હેડ કોચના રૂપમાં કામ કરતા નજરે પડશે અને તેમની સાથે શતાંશુ કોટક (બેટિંગ કોચ), સાઇરાજ બહુતુલે (બોલિંગ કોચ) અને મુનિશ બાલી (ફિલ્ડિંગ કોચ રહેશે).

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (ઉપકેપ્ટન), ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐય્યર, દીપક હૂડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક સહિતની ટિમનો આયર્લેન્ડના પ્રવાસમાં સમાવેશ…

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.