નાનપણમાં આવતા એ કાર્ટૂન કેરેક્ટર ટાર્જન તો યાદ હશે જ, જે પ્રાણીઓના અવાજમાં વાતો કરતા હતાં. પણ ઓસ્ટ્રેલિયાના એક વૈજ્ઞાનિકે પણ દેડકાનો અવાજ કાઢવામાં નિપુણતા મેળવી છે. ક્યારેક ક્યારેક તો તે પોતાનું કામ કરવાનું પણ ભૂલી જાય છે. કારણ કે તેને દેડકા સાથે વાતો કરવાનું સારૂ લાગે છે. હૈરાન કરનારી વાત તો એ છે કે, આ પ્રોફેસરને દેડકા સાથે વાત કરવામાં એટલી ફાવટ આવી ગઈ છે કે, દેડકા પણ તેમના બોલાવા પર તુરંત આવી જાય છે.
ઓસ્ટ્રેલિયાના ન્યૂકૈસલ વિશ્વવિદ્યાલયમાં જીવ વિજ્ઞાનના પ્રોફેસર Michael Mahonyએ ક્રોક, સીટીની નકલ કરવાની સાથે દેડકાની બોલી સમજવામાં સફળતા મેળવી છે. 70 વર્ષિય મહોની કેટલીય વાર કામ કરવાનું ભૂલી જાય છે. કારણ કે તેને થોડી થોડી વારે દેડકા સાથે વાત કરવાનું સારૂ લાગે છે. તેમને આ કામ કરવામાં મજા આવે છે. જ્યારે દેડકા તેમના બોલાવા પર જવાબ આપે છે, ત્યારે તેઓ ખૂબ જ આનંદિત થઈ જાય છે.
વિદ્યાર્થીઓ પણ તેમનામાંથી શિખ્યા ;
ઓસ્ટ્રેલિયામાં લગભગ 240 દેડકાની પ્રજાતિ છે. પણ તેમાંથી લગભગ 30 ટકાને જળવાયુ પરિવર્તન, જળ પ્રદૂષણ અને અન્ય કારણોથી ખતરામાં છે. પોતાના કરિયર દરમિયાન મહોની દેડકાની 15 નવી પ્રજાતિ વિશે વર્ણન કર્યું. જેમાંથી અમુક તો ખતમ થઈ ગયા છે. પ્રોફેસર મહોની જણાવે છે કે, મારા કરિયરની આ સૌથી દુખદ ઘટના હશે કે, મેં એક દેડકાની શોધ કરી અને બે વર્ષમાં તે દેડકાઓ આ પૃથ્વી પરથી વિલુપ્ત થઈ ગયા.
https://www.youtube.com/watch?v=pVjm5asX6X0
દેડકાઓ માટેનું પ્રોફેસરનું જૂનૂન તેમના વિદ્યાર્થીઓ પર પણ પડ્યું. તેમાંથી એક વિદ્યાર્થી સાયમન ક્લૂલોએ તેમના સન્માનાં 2016માં એક નવા શોધવામાં આવેલા દેડકાનું નામ મહોનીઝ ટો઼ડલેટ રાખ્યું. અમુક વિદ્યાર્થીઓ દેડકા સાથે વાત કરવાની ટ્રિક પ્રોફેસરમાંથી શિખ્યા અને સફળ પણ રહ્યાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.