ઈન્ડિયન પ્રીમયર લીગ 2022માં સોમવારે ગુજરાત ટાઈટન્સ અને હૈદરાબાદની ટીમ આમને-સામને આવી હતી. એક તરફી મુકાબલામાં હૈદરાબાદે ગુજરાતને આઠ વિકેટથી હાર આપી હતી. ગુજરાત તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ હાફ સેન્ચુરી ફટકારી હતી. પરંતુ તે બેકાર ગઈ હતી અને આ મેચમાં એક જબરજસ્ત જંગ પણ જોવા મળી હતી, જે હાર્દિક પંડ્યા અને ઉમરાન મલિક વચ્ચે હતી. સનરાઈઝર્સ હૈદરાબાદથી રમતા ઉમરાન મલિક જમ્મુ-કાશ્મીરનો છે અને પોતાની તોફાની બોલિંગ માટે જાણીતો છે. ઉમરાન મલિકે પોતાની પહેલી બોલ પર જ હાર્દિકને બાઉન્સર બોલ ફેંકી હતી, જે સીધી તેના હેલ્મેટ પર વાગી હતી.
હાર્દિક પંડ્યા થોડી વાર માટે હલી ગયો હતો પરંતુ તરત ડ્રેસિંગ રૂમમાંથી ફિઝીયો ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યા હતા અને ઉમરાન મલિકે હાર્દિકની ખબર અંતર પૂછી પરંતુ થોડી વારમાં હાર્દિક ફરીથી ઊભો થઈ ગયો.અને તેના પછી હાર્દિક પંડ્યાએ બોલિંગ કરી રહેલા ઉમરાન મલિકની બોલ પર શોટ્સ મારવાનું નક્કી કર્યું હતું.
હાર્દિકે મેચ પછી ઉમરાનના બાઉન્સર બોલ પર વાત કરી હતી. હાર્દિકે કહ્યું કે તે બોલે મને જગાડી દીધો હતો અનેબઆઈપીએલ સખ્ત જગ્યા છે, આથી મેં પણ થોડી સખ્તી દેખાડી. હાર્દિકે તે ઓવરમાં 3 ચોગ્ગા માર્યા હતા.
હાર્દિક પંડ્યાએ મેચ પછી કહ્યું હતું કે અમે બેટિંગમાં 7-10 રન ઓછા કર્યા હતા. કદાચ આટલા રન અંતમાં સામેની ટીમ પર દબાવ કરી શકતે. અમે બોલિંગમાં સારી શરૂઆત કરી હતી. પરંતુ પછી બે ઓવરમાં 30 રન આપ્યા હતા. અમારે અમારી ભૂલમાંથી શીખવું પડશે અને જેથી આ વસ્તુઓ આગળ કામ આવી શકે. જો ઉમરાન મલિકની વાત કરીએ તો તે સતત પોતાની ફાસ્ટ બોલિંગથી લોકોને ઈમ્પ્રેસ કરી રહ્યો છે. ગુજરાત વિરુદ્ધ પણ ઉમરાને 153 કિમી પ્રતિ કલાકની સ્પીડથી બોલિંગ કરી અને પછી સૌથી ફાસ્ટ બોલ ફેંકવાનો અવોર્ડ જીત્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.