રગ્ડ સ્માર્ટફોન બનાવનારી કંપની ઓકિટેલે ધમાકેદાર ફીચર્સ સાથેનું ટેબલેટ લોન્ચ કરવા જઈ રહી છે. આ ટેબલેટ હાથમાંથી પડી જશે તો તૂટશે નહીં અને પાણીમાં ડૂબી ગયા પછી ખરાબ પણ નહીં થાય અને આ એક મીની ટેબલેટ છે, જે ખૂબ જ મજબૂત અને અદભૂત ફીચર્સ સાથે આવે છે. આ ટેબલેટનું નામ Oukitel RT3 છે.
Oukitel RT3 એક્સ્ટ્રીમ કન્ડીશનમાં પણ જોરદાર ચાલે છે. માર્કેટમાં એવા ઘણાં રફ એન્ડ ટફ ટેબલેટ છે અને જે કોઈપણ કંડિશનમાં કામ કરી શકે છે. પરંતુ તે ખૂબજ હેવી અને ચલાવવામાં કઠિન હોય છે. પરંતુ આ ખૂબજ હળવા વજનના અને વાપરવામાં સરળ છે. Oukitel RT3 ટેબલેટનું વજન માત્ર 538 ગ્રામ છે. અને 209 x 136.6 x 14 mm સાઈઝનું કહેતાં નાનું છે.
Oukitel RT3 8 ઈંચનું સ્ક્રૈચ રસિસ્ટન્સ આઈપીએસ ટચસ્ક્રીન આપવામાં આવે છે. જે 400 નિટ્સની બ્રાઈટનેસ આપે છે. ટેલલેટમાં રબર કેસિંગ આવે છે. જે વધુ પ્રોટેક્ટેડ છે. IP68 / IP69K અને MIL-STD-810H સર્ટિફાઈડ છે. અર્થાત પાણી, ડસ્ટ, ડ્રોપ અને વાઈબ્રેશનથી ખરાબ નહીં થાય. ટેબલેટ 30 મિનિટ સુધી 1.5 મીટર ઊંડા પાણીમાં ચાલુ રહી શકે છે. ટેબલેટ મીડિયા ટેક હેલીયો પી22 પ્રોસેસરથી સંચાલિત છે અને ટેબલેટમાં 4જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. પરંતુ માઈક્રોએસડી સ્લોટની મદદથી સ્ટોરેજને 1 ટેરાબાઈટ સુધી વધારી શકાય છે.
આ ફોનમાં પાછળના ભાગે સિંગલ કેમેરા અને એલઈડી ફ્લેશ મળે છે. રિયરમાં 16 મેગા પિક્સલનો સોનીનો કેમેરો અને સેલ્ફી મોડ માટે 8 mpનો કેમેરો આવે છે. આ ઉપરાંત ટેબલેટમાં 4G/5G વાઈફાઈ, બ્લૂટૂથ5.3, ડ્યુઅલ સ્પીકર પણ શામેલ છે. Oukitel RT3 21 ડિસેમ્બરના લોન્ચ કરવામાં આવશે. વર્લ્ડ પ્રીમિયર સેલના કારણે ટેબલેટ પર 50 ટકાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે અને આ રીતે તમે Oukitel RT3 માત્ર 139.99 ડોલર અર્થાત (11579 રૂપિયા)માં ખરીદી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.